શિક્ષકોની બદલી: દાહોદ જિલ્લા પ્રાથમિક શિક્ષકોનો જિલ્લા ફેર બદલી કેમ્પ યોજાયો
દાહોદ3 કલાક પહેલા
- કૉપી લિંક
- ઘણા સમયથી પોતાના જિલ્લામાં જવા ઈચ્છુક શિક્ષકોને લાભ મળ્યો
છેલ્લા કેટલાંક સમયથી દાહોદ જિલ્લામાં અન્ય જિલ્લામાંથી આવતાં શિક્ષકોના બદલી કેમ્પ માટેના આયોજન માટેની પુરજોશમાં તૈયારીઓ ચાલતી હતી. પરંતુ કોઈ કારણોસર બદલી કેમ્પને આખરી ઓપ આપવામાં આવતો ન હતો. પરંતુ છેવટે રાજ્ય સરકારની કોવિડ 19 ગાઈડલાઈન અનુસાર દાહોદ જિલ્લા મુખ્ય મથક મુવાલીયા ભીલ સેન્ટ્રલ સ્કૂલ ખાતે દાહોદ જિલ્લાનો જિલ્લા ફેર બદલી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.
શૈક્ષણિક સંગઠનોના સહયોગથી આ આયોજન કરવામાં આવ્યું
દાહોદ જિલ્લા પ્રાથમીક શિક્ષણાધિકારી મયુર પારેખના અધ્યસ્થાને શૈક્ષણિક સંગઠનોના સહયોગથી આ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જિલ્લા કક્ષાએ નિમ્ન પ્રાથમિક, ઉચ્ચ પ્રાથમિક ભાષા 14, ગણીત – વિજ્ઞાન 17, સામાજીક વિજ્ઞાન 21 શિક્ષકોની બદલી કેમ્પમાં બદલી કરવામાં આવી હતી. દાહોદના પ્રમાણિક અને નિષ્ઠાવાન જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી મયુર પારેખના અધ્યસ્થાનેથી તેમજ તેમના નેતૃત્વ માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકારની કોવિડ 19 ગાઈડલાઈનના નિતી નિયમોને આધિન કેમ્પનું નિર્વિધ્ને ખુબજ સફળતા પૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું.
સમગ્ર દેશ વિદેશમાં કોરોના મહામારીના અજગરી ભરડાએ જાનહાની સર્જી છે. તેમાં શૈક્ષણિક જગત સાથે સંકળાયેલા દાહોદ જિલ્લાના મર્હુમ આત્માઓને અંતિમ શ્રદ્ધાંજલિ માટે એક શોક સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જે અત્યંત સરાહનીય અને આવકારદાયક છે.
Related News
રસ્તો બનવાની રાહમાં: ફતેપુરા તાલુકાના રાવળના વરૂણામાં આઝાદીના દાયકાઓ બાદ પણ સ્થાનિકો રસ્તાની સુવિધાથી વંચિત
દાહોદ3 કલાક પહેલા કૉપી લિંક સુખસરથી રાવળના વરુણા જતા માત્ર બે કિલોમીટરના રસ્તાની કામગીરી બબ્બેRead More
કરુણ અંજામ: દેવગઢ બારીયાના બૈણામાં પર સ્ત્રીના પ્રેમમા અંધ પતિએ ત્રાસ આપી મરવા મજબૂર કરતા પત્નીએ આત્મહત્યા કરી લીધી
દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક પતિથી ત્રસ્ત પરિણીતાએ સાસરીમાં જ ગળાફાંસો ખાઈ લીધો દેવગઢ બારીયાRead More
Comments are Closed