શિકાર: દાહોદ નજીક મુવાલિયામાં આંખના પલકારામાં દીપડો મરઘાંને મોઢાંમાં દબાવી ભાગી ગયો, ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઇ

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Dahod
  • In The Blink Of An Eye In Muwalia Near Dahod, The Pangolin Grabbed The Chicken In Its Mouth And Fled, The Incident Was Captured On CCTV Camera.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

: દાહોદ32 મિનિટ પહેલા

  • કૉપી લિંક
  • મરઘું લઇને ભાગતો દીપડો કેમેરે કેદ થયો દીપડાની દહેશતે લોકો જાગે છે પણ વન વિબાગ ઉંઘી રહ્યો છે

દાહોદ પાસે આવેલા મુવાલિયામાં રોજ રાત્રે દીપડો આવી ચઢે છે. ત્રણ દિવસ પહેલા પણ મધરાતે દીપડો એક ઘરના પ્રાગંણમાં ઘુસી ગયો હતો અને મરઘાંનુ મારણ કર્યુ હતુ. જેથી સ્થાનિકોમાં ભય ફેલાયો હતો. ત્યારે આ જ ઘરમાંથી ફરી દીપડો મરઘાનું મારણ કરીને ભાગતો સીસીટીવી કેમેરામાં કેદ થઇ ગયો છે. આ દીપડાને પકડી પાંજરે પુરવાની માંગ ઉઠી છે ત્યારે વનવિભાગ હજી કોઇના જખ્મી થવાની કે દીપડો કોઇ વ્યક્તિને શિકાર બનાવે તેની રાહ જોઇ રહ્યું હોય તેમ લાગી રહ્યુ છે.

દાહોદ શહેરને અડીને આવેલા મુવાલિયામાં છેલ્લા કેટલાક દિવસથી રોજ રાત્રે દીપડો ઘસી આવે છે. ત્રણ દિવસ પહેલા પણ રાત્રે મુવાલિયામાં નાનુ માવીના ઘરના આંગણાંમાં દીપડો ઘુસી ગયો હતો અને ચાર મરઘાનુ મારણ કર્યુ હતુ. આ પહેલાં પણ આ જ ઘરમાં દીપડાએ વાછરડાનું પણ મારણ કર્યુ હતુ. રહેણાંક વિસ્તારોમાં રોજ દીપડો ઘસી આવતાં સ્થાનિકો પોતાના પરિવારો સાથે ચોકી પહેરો કરી રહ્યા છે. ગત રાત્રે 11:30 વાગ્યાના અરસામાં દીપડો ફરીથી ઘરના આંગણામાં આવી ચઢ્યો હતો અને અહીંથી મરઘાને મોંઢામાં દબાવી આંખના પલકારામાં ભાગી ગયો હતો. આ ઘટના કેમેરામાં પણ કેદ થઇ ગઇ છે. ત્યારે દીપડો કોઇ નાના બાળક કે અશક્ત્ વૃધ્ધને શિકાર બનાવે તે પહેલાં તેને ઝડપી પાડવો જરુરી લાગી રહ્યુ છે.

મુવાલિયા પછી તરત જ દાહોદ શહેરની હદ શરુ થઇ જાય છે. તેથી આમ કરતાં કરતાં શહેરમાં પણ દીપડો આવી શકે છે. જેથી વનવિભાગ દ્રારા આ દીપડા પાંજરે પુરવાની સ્થાનિકો દ્વારા માંગ ઉઠી છે. [06:18, 07/03/2021] Himanshu Nagar:

અન્ય સમાચારો પણ છે…





Related News

Comments are Closed

%d bloggers like this: