શાળામાં કોરોના: ઝાલોદની આઇ.પી. મિશન હાઇસ્કૂલના બે શિક્ષકો કોરોના સંક્રમિત થતા શાળા સંકુલમાં ફફડાટ ફેલાયો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાહોદ2 કલાક પહેલા

  • કૉપી લિંક
  • શનિવારે એક શિક્ષકને પોઝિટિવ આવતાં શિક્ષકોના રેપીડ ટેસ્ટ કરાયા રેપીડ ટેસ્ટમાં વધુ એક શિક્ષિકા સંક્રમિત થયા હોવાનો રિપોર્ટ આવ્યો

દાહોદ જિલ્લામાં શૈક્ષણિક સંસ્થાઓમાં કોરોનાનું સંક્રમણ હવે નવી વાત નથી. ત્યારે ઝાલોદની આઇ.પી. મિશન હાઇસ્કૂલના બે શિક્ષકોને કોરોના પોઝિટિવ આવતા શાળા સંકુલમાં ફફડાટ ફેલાયો છે. જો કે મોટા ભાગના શિક્ષકોના રેપીડ ટેસ્ટ નેગેટિવ આવ્યા હોવાની માહિતી મળી છે.

દાહોદ જિલ્લામાં દેવગઢ બારીયા, લીમખેડા અને દાહોદમાં આવેલી જુદી જુદી શાળાના શિક્ષકો આ પહેલાં કોરોનાનો ભોગ બની ચુક્યા છે. ત્યારે ઝાલોદની આઇ.પી.મિશન હાઇસ્કૂલના એક શિક્ષક અને એક શિક્ષિકા કોરોના સંક્રમિત થતા શાળા પરિવારમાં ભય ફેલાયો છે. સત્તાવાર પ્રાપ્ત માહિતી પ્રમાણે આ શાળાના એક શિક્ષકને ગત શનિવારે જ કોરોનાનો પોઝિટિવ રિપોર્ટ આવ્યો હતો. જેથી શાળાના આચાર્યએ આરોગ્ય વિભાગમાં તમામ શિક્ષકોના ટેસ્ટ કરવા માંગણી કરી હતી.

જેથી સોમવારે સવારે શાળામાં 23 માંથી 21 શિક્ષકો હાજર હતા. જે શિક્ષક પોઝિટિવ આવ્યા હતા. તે રજા પર હતા. તે તમામના રેપીડ ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાં એક શિક્ષિકાનો રેપીડ ટેસ્ટ પોઝિટિવ આવતાં ઉપસ્થિત શિક્ષકગણમાં ફફડાટ ફેલાઇ ગયો હતો. શાળા તુરત જ છોડી મુકવામાં આવી હતી. આમ એક જ શાળાના બે શિક્ષકો સંક્રમિત થતા અન્યોને પણ ચેપ લાગવાની સંભાવના રહેલી છે.

આ શાળાના તમામ શિક્ષકોના રેપીડ ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેથી જેઓને નેગેટિવ આવ્યા છે પરંતુ સંક્રમિત શિક્ષકોના સંપર્કમાં આવ્યા હોવાથી અન્ય શિક્ષકોને પણ સંક્રમણ થવાની શક્યતા રહેલી છે. કારણ કે રેપીડ નેગેટીવ સંપૂર્ણ વિશ્વાસુ ટેસ્ટ ગણાતો નથી. તે સર્વવિદિત છે. જેથી નેગેટિવ આવેલા શિક્ષકોને પણ કોઇ લક્ષણો જોવા મળે તો તેઓએ આરટી પીસીઆર ટેસ્ટ કરાવવો આવશ્યક છે. આઇપી મિશન શાળાના આચાર્યના જણાવ્યા પ્રમાણે હાલમાં જ પરીક્ષા પૂર્ણ થઇ હોવાથી શાળામાં પાંખી હાજરી હોય છે.

અન્ય સમાચારો પણ છે…

Related News

Comments are Closed

%d bloggers like this: