શરદપૂનમની ઉજવણી પણ કોરોનાના કારણે કરવા નહીં મળે

દાહોદ2 કલાક પહેલા

  • કૉપી લિંક
  • વૈષ્ણવ હવેલીમાં શરદ પૂનમે વિશેષ દર્શન યોજાયા

જન્માષ્ટમી, નવરાત્રિ જેવા પર્વો બાદ શરદ પૂર્ણિમાનું પાવન પર્વ પણ ઉજવવા નહીં મળતા દાહોદવાસીઓ નિરાશ બન્યા હતા. સામાન્ય રીતે દર વર્ષે શરદપૂનમ નિમિત્તે દાહોદવાસીઓ પોતાના ધાબે કે આસપાસના ખુલ્લા મેદાનોમાં કે નજીકમાં આવેલ ફાર્મહાઉસ વગેરે ખાતે રાતની ચાંદનીમાં મિત્રવૃંદ કે સ્વજનો સાથે જઈને દૂધપૌંઆ અને દાહોદની કચોરી કે ભજીયા વગેરેનો આનંદ માણતા હોય છે. પ્રસંગોચિત શ્વેત વસ્ત્રો ધારણ કરેલા દાહોદવાસીઓ શીતળ ચાંદનીની સાક્ષીએ ચાંદ અને ચાંદની આધારિત ગીતોની મહેફિલ માણતા હોય છે. ત્યારે આ વર્ષે કોરોનાનો વ્યાપ વધુ હોઈ સરકારી ગાઇડલાઇન મુજબ સમુહમાં વધુ લોકો એકઠા થાય તો કોરોનાનું સંક્રમણ વધવાની ભીતિ હોઈ લોકોએ શરદપૂનમની જાહેર ઉજવણી નહીં કરતા પોતાના પરિવારજનો સાથે પોતાના ઘરે કે ધાબામાં સાદગીસભર ઉજવણી કરવાનું નક્કી કરતા શુક્રવારે રાતના સમયે શરદ પૂનમલક્ષી ભીડ જોવા મળી ના હતી. તો અનેક સ્થળોએ શનિવારે પણ શરદપૂનમ ઉજવવામાં આવનાર હોવાની માહિતી છે. દાહોદની દેસાઈવાડ સ્થિત શ્રી ગોવર્ધન નાથજીની હવેલી ખાતે તા.30ના રોજ સાંજના 7.30 થી 8.30 દરમ્યાન સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે શરદ પૂર્ણિમાના વિશેષ દર્શન યોજાયા હતા જેનો વૈષ્ણવોએ વારાફરતી લાભ લીધો હતો.






Related News

Comments are Closed

%d bloggers like this: