શનીયનડન સ્વામીનારાયણ મંદિરનો ત્રીજો પાટોત્સવ ધામધૂમ પૂર્વક ઉજવાયો

Dahod - શનીયનડન સ્વામીનારાયણ મંદિરનો ત્રીજો પાટોત્સવ ધામધૂમ પૂર્વક ઉજવાયો

શ્રી સ્વામીનારાયણ ગાદી સંસ્થાન સંચાલીત શનીયનડન સ્વામીનારાયણ મંદિરનો ત્રીજો પાટોત્સવ ધામધૂમ પૂર્વક ઉજવાઇ ગયો જેમા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યુ હતુ. જેવા કે વિધવા,ત્યકતા બહેનોને વસ્ત્રનું વિતરણ,પર્યાવરણ રક્ષણ શિબીર તથા વૃક્ષા રોપણ સહિતના કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. જિલ્લા કલેક્ટર ઉદીત અગ્રવાલ, આચાર્ય પુરૂષોત્તમપ્રિયદાસજી સ્વામીએ વિશાળ સંખ્યામાં એકત્ર થયેલા સતસંગીઓની હાજરીમાં વૃક્ષા રોપણ કર્યુ હતુ.

દાહોદના હનુમાન બજારમાં રવિવારે કેસરીયા લહર છવાઈ

દાહોદ| દાહોદમાં નવરાત્રિના ગરબા તેના અંતિમ ચરણ તરફ છે. ત્યારે દાહોદના વિવિધ વિસ્તારોના ગરબા તેના આગવા મિજાજમાં ખીલી રહ્યા છે. આ વખતે આઠ જ રાત ધરાવતા નવરાત્રિ મહોત્સવની હવે આજે અને આવતીકાલે એમ બે જ રઢિયાળી રાત બાકી છે ત્યારે ખેલૈયાઓનો ઉત્સાહ પણ ચરમસીમાએ પહોંચ્યો છે. સ્વર, શબ્દ અને સંગીતના સથવારે યુવા ખેલૈયાઓના વર્ષભરના સૌથી મનપસંદ પર્વની છ રાત ઇનામો, લ્હાણી અને ચાહ-નાસ્તાની જ્યાફતના છોગાં સાથે જોતજોતામાં સમાપ્ત થઇ ચુકી છે. ત્યારે દાહોદના દેસાઈવાડમાં આજથી બંને દિવસ સ્વચ્છતા થીમ પ્રદર્શિત થનાર છે. તો હનુમાન બજારમાં રવિવારે ગરબા દરમ્યાન કેસરીયા થીમ પ્રદર્શિત કરવામાં આવતા નગરજનોના આકર્ષણનું કેન્દ્ર બની હતી. આ વિસ્તારમાં બહુધા લોકો કેસરી રંગના પરંપરાગત વસ્ત્રો પરિધાન કરી ગરબે ઘૂમ્યા હતા. તો સાથે જ રવિવારે આ વિસ્તારની સજાવટમાં પણ કેસરીયા લહેર જોવા મળી હતી.

બારીયાની હાથોડમાં ગાયત્રી યજ્ઞ યોજાયો

સુખસર. ફતેપુરા તાલુકાના બારીયાની હાથોડ ભરતભાઇ બારીયાના નિવાસ સ્થાને ગાયત્રી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગાયત્રી પરિવારના મોટી સંખ્યામાં ભક્તો અને શ્રધ્ધાળુઓ હાજર રહ્યા હતા. તેમજ આ કાર્યક્રમમાં મહાયજ્ઞ, મહાઆરતી તથા ભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતું અને આસપાસના ગામડાના શ્રધ્ધાળુઓએ લાભ લીધો હતો.

નેલસુર ગામની આંગણવાડી કાર્યકરને ‘પોષણ માહ એવોર્ડ’થી સન્માન

ગરબાડા. મહિલા અને બાળ વિકાસ મંત્રાલય નવી દિલ્હી તથા પોષણ અભિયાન યુનિટ દિલ્હી દ્વારા તા.10 ઓક્ટોબરના રોજ અશોક હોટલ ચાણકપુરી નવી દિલ્હી ખાતે ભારત સરકારના જોઇન્ટ સેક્રેટરી એમ.ઓ.ડબલ્યુ.સી.ડી. અને મીશન ડાયરેક્ટર પોષણ અભિયાનના હસ્તે 2018નો ‘પોષણ માહ એવોર્ડ’ દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના નેલસુર ગામના આંગણવાડી કેન્દ્ર-5ના કાર્યકર મોહનીયા જાનકીબેન માનસીંગભાઇને આપી સન્માનવામાં આવ્યા હતા. આ સન્માન મેળવનાર ગુજરાતમાંથી માત્ર એક જ મહિલા આંગણવાડી કાર્યકર છે. જાનકીબેન ધાનપુર તાલુકાના ઉંડાર ગામમાંથી માધ્યમિક શિક્ષણ મેળવી બી.એ./એમએ થયેલ છે. તેમના પતિ નેલસુર પ્રા.શાળામાં શિક્ષક છે. જાનકીબેન આદિવાસી મહિલા, ધાર્મિક, સામાજીક કાર્યકરતી એક આદર્શ મહિલા છે. તેમના આ સન્માનથી નેલસુર ગામ, ગરબાડા તાલુકો, દાહોદ જિલ્લો ગૌરવની લાગણી અનુભવે છે.

ભરૂચની શ્રવણ ચોકડી વિસ્તારમાં દુર્ગાપૂજા પૂજા મહોત્સવનો પ્રારંભ

જિલ્લા પોલીસ અધિક્ષક ડો.લીના પાટીલ તથા મહાનુભવોએ માતાજીની આરતી ઉતારી

પંચમહાલ જિલ્લા પોલીસ તથા સેફ પંચમહાલ ફાઉન્ડેશન દ્વારા પોલીસ પરેડ ગ્રાઉન્ડમાં સાંસદ પ્રભાતસિંહ ચૌહાણ,જિલ્લા પોલીસ અધિક્ષક ડો.લીના પાટીલ તથા મહાનુભવોએ માતાજીની આરતી ઉતારી હતી. તેમજ ખેલૈયાઓ મનમુકી ગરબે ધુમ્યા હતા.

ભરૂચ શહેર અને જિલ્લામાં રોજગારી માટે સ્થાયી થયેલા બંગાળી પરિવારે વતનથી દૂર તેમની દુર્ગાપૂજાની પરંપરાને જીવંત રાખી છે.શહેરીની શ્રવણ ચોકડી વિસ્તારમાં દુર્ગાપૂજા પૂજા મહોત્સવનો પ્રારંભ થયો છે. જિલ્લામાં વસતા બંગાળી પરીવારો દ્વારા શક્તિ સ્વરૂપ દુર્ગા માતાની આરાધના કરવામાં આવી રહી છે.સમાજના લોકો દ્વારા દુર્ગાપૂજા મહોત્સવ નિમિત્તે રકતદાન શિબિર તથા સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરાઇ રહ્યું છે.

માલવણ : જિલ્લા રોજગાર કચેરી મહીસાગર, લુણાવાડા થી સરકારી કાર્યક્મ આયોજિત શિક્ષિત બેરોજગાર યુવકોની નોધણી કરવામાં આવી હતી, જે સંદર્ભે અલ્પ પ્રચારના કારણે નહીવત નોધણી થઈ હતી. આ કાર્યકમમાં ફક્ત ૨૮ યુવક યુવતીએ ભાગ લધો હતો.

દાહોદ – લીમખેડામાં વિવિધ સંવર્ગની ભરતી પરીક્ષા યોજાશે

દાહોદ|ગુજરાત જાહેર સેવા આયોગ, અમદાવાદ, દ્રારા પ્રસિધ્ધ કરવામાં આવેલ જાહેરાત ક્રમાંકઃ૪૦/૨૦૧૮-૧૯ અન્વયે ગુજરાત વહીવટી સેવા વર્ગ-૧, ગુજરાત મુલ્કી સેવા વર્ગ-૧ અને ૨ તથા નગરપાલિકા મુખ્ય અધિકારી વર્ગ-૨ ની જગ્યાઓ પર ભરતી કરવા માટેની પ્રાથમિક પરિક્ષા તા. ૨૧/૧૦/૨૦૧૮ ના રોજ જિલ્લાના દાહોદ અને લીમખેડા તાલુકામાં આવેલ કુલ ૨૭ પરીક્ષા કેન્દ્રો ખાતે યોજાનાર છે. આ પરીક્ષાનું સંચાલન સરળતાથી થાય અને વિધાર્થીઓ નિર્ભયપણે પરીક્ષા આપી શકે., ગેરરીતી અટકી શકે ઉપરાંત પરીક્ષાના સમય દરમ્યાન કાયદો અને વ્યવસ્થા યોગ્ય રીતે જળવાઇ રહે તે માટે જાહેર હિતમાં જે તે પરીક્ષા સ્થળોની આજુબાજુના વિસ્તારોમાં પરીક્ષાના સ્થળની ૨૦૦ મીટર સુધીના વિસ્તારમાં બિનઅધિકૃત વ્યકિતએ પરીક્ષા દરમ્યાન તથા પરીક્ષાના સમયથી એક કલાક પહેલા અને પરીક્ષા પુરી થયા પછીના એક કલાક સુધી આવ-જા ઉપર પ્રતિબંધ સાથે પરીક્ષા દરમ્યાન ઝેરોક્ષ સેન્ટરના સંચાલકો દ્રારા ઝેરોક્ષ મશીનનો દૂર ઉપયોગ રોકવાના હેતુસર દાહોદ, અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ એમ.બી.ચૌધરીએ પ્રતિબંધિત હુકમો ફરમાવ્યા છે.

તમારા સમાજ – સંસ્થા, ધર્મ કે તમારી અાસપાસ બનતી નાની – મોટી ઉજવણીઅોને અા પાના પર સમાવવા માટે નીચે અાપેલ ઈ-મેઈલ અાઈડી અથવા નિચેના સરનામા પર ફોટો સાથે વિગત મોકલી અાપો

dbdahod@gmail.com દાહોદ બ્યુરો અોિફસ ઃ શિતલા માતા મંદિર રોડ, સ્ટેશન રોડ, દાહોદ

dbgodhra@gmail.com

ગોધરા બ્યુરો અોિફસ ઃ કુમકુમ કોમ્પલેક્સ, IIFLની ઉપર, ઉન્નતિ સ્કુલ પાસે, કલાલ દરવાજા, ગોધરા


Related News

Comments are Closed

%d bloggers like this: