શનિવારે ગણેશચતુર્થી, સંવત્સરી અને મોહરમનો ત્રિવેણી સંગમ
દાહોદ2 કલાક પહેલા
- કૉપી લિંક
દાહોદ ખાતે ગણેશ ચતુર્થીના પાવન પર્વે વહેલી સવારથી જ ધોધમાર વરસાદના લીધે દિવસભર શહેરમાં લોકોનો આવરોજાવરો ઓછો નોંધાયો હતો. ધોધમાર વરસાદના કારણે શહેરના વિવિધ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવા પામ્યા હતા. તો સ્ટેશનરોડ સ્થિત એમ.વાય. હાઇસ્કુલની બહારના ભાગે પાણીની નિકાસની વર્ષો જૂની સમસ્યાને લઈને નદી જેવા દ્રશ્યો સર્જાયા હતા. એકતરફ શનિવારે સવારથી જામેલા વરસાદી માહોલને કારણે બજારમાં એમ પણ ગિર્દી ઓછી જોવા મળી હતી. તો સાથે સાથે બીજી તરફ ગણેશ ઉત્સવને લઇને મોટા ભાગની કચેરીઓમાં રજા હોઈ દાહોદના મુખ્ય માર્ગો ઉપર નહીંવત્ ભીડ નોંધાઈ હતી. સાથે જૈનોના પર્યુષણ પર્વ અને સંવત્સરી અને મુસ્લિમ તથા દાઉદી વ્હોરા લોકોના બહુધા વ્યવસાયો મોહરમના કારણે બંધ રહેવા પામતા દાહોદમાં શનિવારે મોટાભાગે વિસ્તારોમાં બંધનો માહોલ જોવા મળ્યો હતો. લોકડાઉન બાદ અનલોક-1,2 અને 3 માં આર્થિક રીતે મોટી પછડાટ પામી ચૂકેલા દાહોદના વેપારીઓને રવિવારે તો એમ પણ સરકારી આદેશ અનુસાર બંધ રાખવાનું ફરમાન છે ત્યારે શનિવારે પણ વરસાદની સાથે હિંદુ, મુસ્લિમ અને જૈનોના પર્વોનો ત્રિવેણી સંગમ રચાતા બંધ જેવો સર્જાતા સતત બે દિવસ રજાની ફરજ પડી હતી.
0
Related News
રસ્તો બનવાની રાહમાં: ફતેપુરા તાલુકાના રાવળના વરૂણામાં આઝાદીના દાયકાઓ બાદ પણ સ્થાનિકો રસ્તાની સુવિધાથી વંચિત
દાહોદ3 કલાક પહેલા કૉપી લિંક સુખસરથી રાવળના વરુણા જતા માત્ર બે કિલોમીટરના રસ્તાની કામગીરી બબ્બેRead More
કરુણ અંજામ: દેવગઢ બારીયાના બૈણામાં પર સ્ત્રીના પ્રેમમા અંધ પતિએ ત્રાસ આપી મરવા મજબૂર કરતા પત્નીએ આત્મહત્યા કરી લીધી
દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક પતિથી ત્રસ્ત પરિણીતાએ સાસરીમાં જ ગળાફાંસો ખાઈ લીધો દેવગઢ બારીયાRead More
Comments are Closed