વેક્સિનેશન: દાહોદમાં 18 વર્ષથી વધુ વયના 2214 યુવાનોનું રસીકરણ
દાહોદ2 કલાક પહેલા
- કૉપી લિંક

- 45થી વધુ વયજૂથના 4268 લોકોને રસીકરણ સંપન્ન થયું : યુવાવર્ગમાં રસીકરણ બાબતે ઉત્સાહ જોવાયો
ગુજરાતમાં 18થી વધુ વયના લોકો માટે આરંભાયેલ રસીકરણ અંતર્ગત દાહોદ ખાતે પણ રજીસ્ટ્રેશન કરાવી ચુકેલા 18થી 45 વયજૂથના 22`14 યુવાનોએ પહેલા દિવસથી જ મોટી સંખ્યામાં લાભ લીધો હતો.તો સાથે 45થી વધુ વયજૂથના પણ 4268 લોકોએ રસીકરણની પ્રક્રિયામાં ભાગ લીધી હતો.
અગાઉ 18થી 45 વયજૂથના રસીકરણ કાર્યક્રમ માટે જાહેર થયેલ 10 જિલ્લાઓમાં દાહોદ જિલ્લાનો સમાવેશ ન હતો. જો કે મુખ્યમંત્રી દ્વારા રાજ્યભરમાં આ વયજૂથને રસીકરણ માટે ગુરુવારે થયેલ જાહેરાત બાદ પહેલાં જ દિવસે દાહોદ જિલ્લાના – યુવાવર્ગે લાભ લીધો હતો. ઉલ્લેખનીય છે કે દાહોદ ખાતે તા.16.1થી રસીકરણ આરંભાતા કોરોનાના કેસની સંખ્યા જાદુઈ રીતે જ ધરખમ ઘટવા લાગી. અને આખા જાન્યુઆરી માસમાં, ડિસેમ્બર કરતાં લગભગ ત્રણ ગણા ઓછાં 157 જ કેસ નોંધાવા પામ્યા. તો ફેબ્રુઆરીમાં દાહોદ જિલ્લામાં પ્રતિ દિવસ દીઠ એક કરતા ઓછા એટલે કે આખા માસમાં કુલ મળીને માત્ર 25 જ કેસ નોંધાયા હતા. બાદમાં ચૂંટણી અને લગ્નસરા જેવા મોટો જનસમુદાય ભેગો થાય તેવા કાર્યક્રમો આવતા અને રસીકરણમાં પણ ઓટ આવતા માર્ચ, એપ્રિલમાં ખૂબ પ્રમાણમાં નવા કેસ નોંધાયા હતા.દાહોદ જિલ્લાના યુવાનો રસીકરણ કેન્દ્ર ખાતે વેક્સિન લેવા માટે પહેલા જ દિવસે 2214 જેટલી મોટી સંખ્યામાં ઉમટી વેક્સિનેશન અભિયાનમાં ઉત્સાહભેર જોડાયા હતા. આ વેક્સિનેશન કાર્યક્રમમાં યુવાવર્ગને પ્રોત્સાહિત કરવા સ્થાનિક અગ્રણીઓએ પણ જે તે સેન્ટરો ઉપર હાજર રહીને લોકોને વેક્સિનની સમજ આપી હતી. વેક્સિન એ કોરોના સામેનું અચૂક હથિયાર હોઈ રાજય સરકારના પ્રયાસમાં યુવાનોનો સહયોગ જોવા મળી રહ્યો છે. દાહોદ જિલ્લામાં શુક્રવારથી 18થી વધુ વયના યુવાનોને કોરોનાની રસી આપવાનું શરૂ કર્યું છે. ત્યારે યુવાનોએ આ માટે અગાઉથી જ કોવીન પોર્ટલ પર જરૂરી દસ્તાવેજો સાથે આ અંગેનું રજીસ્ટ્રેશન કરાવી લેવાનું રહેશે તેમ જણાવાયું છે.
તાલુકાવાર રસીકરણની માહિતી
તાલુકો | 18થી 44 વર્ષ | 45થી વધુ વર્ષ |
દાહોદ | 1092 | 963 |
ગરબાડા | 278 | 321 |
ધાનપુર | 17 | 202 |
બારીયા | 173 | 612 |
ફતેપુરા | 143 | 400 |
લીમખેડા | 100 | 420 |
ઝાલોદ | 331 | 723 |
સંજેલી | 69 | 208 |
સીંગવડ | 11 | 421 |
કુલ | 2214 | 4268 |
Related News
રસ્તો બનવાની રાહમાં: ફતેપુરા તાલુકાના રાવળના વરૂણામાં આઝાદીના દાયકાઓ બાદ પણ સ્થાનિકો રસ્તાની સુવિધાથી વંચિત
દાહોદ3 કલાક પહેલા કૉપી લિંક સુખસરથી રાવળના વરુણા જતા માત્ર બે કિલોમીટરના રસ્તાની કામગીરી બબ્બેRead More
કરુણ અંજામ: દેવગઢ બારીયાના બૈણામાં પર સ્ત્રીના પ્રેમમા અંધ પતિએ ત્રાસ આપી મરવા મજબૂર કરતા પત્નીએ આત્મહત્યા કરી લીધી
દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક પતિથી ત્રસ્ત પરિણીતાએ સાસરીમાં જ ગળાફાંસો ખાઈ લીધો દેવગઢ બારીયાRead More
Comments are Closed