વેક્સિનેશનમાં વિરામ: દાહોદમાં રસીકરણ માટે પડાપડી વચ્ચે જ સરકારના આદેશ પ્રમાણે ત્રણ કેમ્પ મોકુફ રખાયા
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
દાહોદ2 કલાક પહેલા
- કૉપી લિંક
- શહેરમાં ગોદીરોડના કેમ્પમાં 350 અને પાાલિકાના કેમ્પમાં 287 લાભાર્થીનું રસીકરણ કરાયુ
દાહોદ જિલ્લામાં રસીકરણની કામગીરી હાલ ધીમી ગતિએ ચાાલી રહી છે. ગઇકાલ સુધી રસીકણના કેમ્પ પણ ચાાલતા હતા. પરંતુ સરકારે ગત રાત્રે ત્રણ દિવસ સુધી રસીકરણની કામગીરી બંધ કરી દેવાનો આદેશ કર્યો છે. જેથી દાહોદમાં ત્રણ દિવસમાં યોજાનારા ત્રણ કેમ્પ મોકુફ કરી દેવાયા છે. હવે રસીકરણ માટે સરકાર કેવી માર્ગદર્શિકા જાહેર કરે છે તેના પર સૌની મીટ મંડાયેલી છે.
ઘણે ઠેકાણે રસીનો પ્રથમ ડોઝ આપવાનુ બંધ છે
દાહોદ જિલ્લામાં કોરોના વોરિયર્સનું રસીકરણ લગભગ પૂર્ણ કરી દેવામાં આવ્યુ છે. તે સૌથી મોટા રાહતના સમાચાર છે. બીજી તરફ રસીની તંગી વર્તાય છે ત્યારે લોકો હવે રસી લેવા બેબાકળા બન્યા છે. તેમાંય એક સમયે રસી મુકાવવા ઘસીને ના પાડનારા હવે રસી માટે તરસી રહ્યાં છે. રસીનો ઉપયોગ હવે ગણતરી અને શિસ્ત પૂર્ણ રીતે થઇ રહ્યો હોવાથી ઘણે ઠેકાણે રસીનો પ્રથમ ડોઝ આપવાનુ બંધ છે. અને માત્ર બીજો ડોઝ આપવામાં આવે છે. હવે બીજો ડોઝ પણ 42 દિવસે લેવાનો હોવા છતાં ઘણાં લાભાર્થી ધક્કા ખાઇ રહ્યા છે.
ત્રણ કેમ્પ હાલ બંધ રાખવા પડ્યા છે
સરકારે ત્રણ દિવસ રસીકરણને વિરામ આપ્યો તે દિવસે જ દાહોદમાં ગોદી રોડ પર વોર્ડ નં 1ના કાઉન્સીલર માસુમા ગરબાડાવાલા દ્વારા યોજાયેલા કેમ્પમાં 350 જેટલા લાભાર્થીને રસી મુકવામાં આવી હતી. તેવી જ રીતે નગર પાલિકા દ્વારા યોજાયેલા બીજા કેમ્પમાં 287 લોકોનું રસીકરણ કરાયુ હતુ. તે જ રાત્રે સરકારે રસીકરણ બંધ કરવાની જાહેરાત કરતા દાહોદ શહેરમાં ત્રણ દિવસમાં યોજાનારા ત્રણ કેમ્પ હાલ બંધ રાખવા પડ્યા છે. હવે સરકારની નવી માર્ગદર્શિકા પ્રમાણે તેનું આયોજન કરવામાં આવશે.
બીજો ડોઝ લેનારા હવે વિલા મોઢે પરત જઇ રહ્યાં છે
ઘણે ઠેકાણે 45 થી નીચેની વયના યુવાાનોએ યેન કેન પ્રકારે રસી મુકાવી લીધી હોવાની ફરિયાદો આવી રહી છે. કારણ કે બીજો ડોઝ લેવા આવનારા આવા ઘણાં હવે વિલા મોઢે પરત જઇ રહ્યાં છે. ત્યારે આવનાર સમયમાં જ્યારે રસીકરણનું પ્રમાણિત અને જે તે તારીખ વાળા પ્રમાણપત્રો મુસાફરી કે અન્ય કામગીરી માટે ફરજીયાત કરાશે. ત્યારે આવા લાભાર્થીઓ મુશ્કેલીમાં મુકાઇ શકે છે. તેવું વિભાગના તજજ્ઞો દ્વારા જાણવા મળ્યુ છે.
Related News
રસ્તો બનવાની રાહમાં: ફતેપુરા તાલુકાના રાવળના વરૂણામાં આઝાદીના દાયકાઓ બાદ પણ સ્થાનિકો રસ્તાની સુવિધાથી વંચિત
દાહોદ3 કલાક પહેલા કૉપી લિંક સુખસરથી રાવળના વરુણા જતા માત્ર બે કિલોમીટરના રસ્તાની કામગીરી બબ્બેRead More
કરુણ અંજામ: દેવગઢ બારીયાના બૈણામાં પર સ્ત્રીના પ્રેમમા અંધ પતિએ ત્રાસ આપી મરવા મજબૂર કરતા પત્નીએ આત્મહત્યા કરી લીધી
દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક પતિથી ત્રસ્ત પરિણીતાએ સાસરીમાં જ ગળાફાંસો ખાઈ લીધો દેવગઢ બારીયાRead More
Comments are Closed