વેક્સિનેશનનો બીજો તબક્કો: દાહોદમાં કલેક્ટર,એસ.પીએ વેક્સિન લીધી, 2800 ફ્રન્ટલાઇન વોરિર્યસને વેક્સિન અપાશે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાહોદએક કલાક પહેલા

  • કૉપી લિંક
દાહોદ કલેક્ટર, એસ.પી.ને કોરોના વેક્સિન આપવામાં આવી હતી. - Divya Bhaskar

દાહોદ કલેક્ટર, એસ.પી.ને કોરોના વેક્સિન આપવામાં આવી હતી.

દાહોદમાં કોરોના રસીકરણના બીજા તબક્કાનો પ્રારંભ કલેક્ટર વિજય ખરાડીએ સૌપ્રથમ પોતાને રસીકરણ કરાવીને કરાવ્યો છે. દાહોદની ઝાયડસ હોસ્પીટલ અને મેડીકલ કોલેજ ખાતે તેમણે સૌપ્રથમ કોરોનાની વેક્સિન લીધી હતી. તેમની આ પ્રેરણાદાયી પહેલમાં જિલ્લા પોલીસ વડા હિતેશ જોયસર પણ જોડાયા હતા અને તેમણે પણ કોરોનાની વેક્સિન લીધી હતી.

બીજા તબક્કામાં જિલ્લાના 2800 જેટલા ફ્રન્ટલાઇન કોરોના વોરિર્યસને આગામી પાંચ દિવસમાં કોરોના વેક્સિન આપવામાં આવશે. જેમાં મહેસુલ, પોલીસ વિભાગ અને નગરપાલિકા સહિતના વિભાગોના અધિકારીઓ-કર્મચારીઓને વેક્સિન આપવામાં આવશે. આ પ્રસંગે કલેક્ટર વિજય ખરાડીએ જણાવ્યું કે, આજે 31 જાન્યુઆરીથી સમગ્ર રાજયમાં અને દાહોદમાં પણ આરોગ્ય વિભાગ પછીના ફ્રન્ટલાઇન કોરોના વોરિયર્સના વેક્સિનેશનનો પ્રારંભ કરવામાં આવ્યો છે. જેમાં મહેસુલ, પોલીસ વિભાગ અને નગરપાલિકાના કર્મચારીઓથી વેક્સિનેશનની શરૂઆત કરવામાં આવી છે. બીજા તબક્કામાં જિલ્લાના 2800 ફ્રન્ટલાઇન કોરોના વોરિર્યસને રસી આપવામાં આવશે. આ કામગીરી ત્રણ થી પાંચ દિવસમાં પૂર્ણ કરવામાં આવશે.

આગામી સમયમાં બાકીના વિભાગના કર્મચારીઓને પણ વેક્સિન આપવામાં આવશે. ઉપરાંત 50થી વધુ વયના નાગરિકો અને 50થી નીચેના કોમોરબીડ હોય તેવા નાગરિકોનો પણ સમાવેશ કરવામાં આવશે. કલેક્ટર વિજય ખરાડીએ નવા બનેલા અર્બન હેલ્થ સેન્ટર ખાતે પોલીયો રસીકરણનો પણ પ્રારંભ કરાવ્યો હતો. ત્યાર બાદ ઝાયડસ હોસ્પીટલ અને મેડીકલ કોલેજ ખાતે કોરોના રસીકરણનો પ્રારંભ કરાવ્યો હતો અને વિવિધ વિભાગોના ફ્રન્ટલાઇન કોરોના વોરિર્યસે આજે કોરોનાની વેક્સિન લીધી હતી.






Related News

Comments are Closed

%d bloggers like this: