વેક્સિનેશનનો ઉત્સાહ: રાજસ્થાનમાં વેક્સિન આપવાનું બંધ કરતા 30 લોકોએ 12 હજારનો ખર્ચ કરી ગુજરાતમાં વેક્સિન મૂકાવી
દાહોદ2 કલાક પહેલાલેખક: ઇરફાન મલેક
- કૉપી લિંક
ફાઇલ તસવીર
ગુજરાતના દાહોદના પાડોશી રાજ્ય રાજસ્થાનમાં બે દિવસથી વેક્સિનશ બંધ હોવાથી વિદેશ જવા ઇચ્છુક લોકો મુંઝવણમાં મુકાયા છે. વિદેશમાં કોવિડશિલ્ડને જ માન્યતા હોવાથી હવે આ લોકોએ ગુજરાત તરફ ડોળો ફેરવ્યો છે. હજારો રૂપિયાનો ખર્ચ કરીને આવા લોકો 100 કિમી દૂર ગુજરાતમાં ભ્રમણ કરી રહ્યા છે. રવીવારે 12 હજાર રૂપિયાના ખર્નાચે રાજસ્થાનના ડુંગરપુર જિલ્લાથી દાહોદના સંજેલી આવેલા 30 લોકોએ વેક્સિનનો પ્રથમ ડોઝ લીધો હતો.
ડુંગરપુરથી ગુજરાત રસી લેવા આવ્યા
દાહોદ જિલ્લાના સંજેલી CHCમાં રવીવારના રોજ વેક્સિનેશનની કામગીરી ચાલુ હતી. ત્યારે રાજસ્થાનના ડુંગરપુર જિલ્લાના સાગવાડાથી આવેલા મહિલા પુરૂષોના ટોળાએ વેક્સિન લેવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. રાજસ્થાનમાં બે દિવસથી વેક્સિનેશન બંધ છે અને તમામને વિદેશ જવાનું હોવાથી કોવિડશિલ્ડ વેક્સિન મુકાવવાની હોવાથી તેઓ અહીં આવ્યા હતાં. વિદેશ જવા ઇચ્છુક 18થી 44 વર્ષની વય ધરાવતી 21 મહિલા,8 પુરૂષ અને તેમની સાથે આવેલા ગાડીનો ડ્રાઇવર મળીને 30 લોકોનું ઓનલાઇન રજિસ્ટ્રેશન કરાવ્યા બાદ તમામને રસીનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો હતો.
ત્રણ ગાડી ભાડે કરી હતી
રવીવારના રોજ સંજેલી CHCમાં કુલ 44 લોકોનું રસીકરણ નોંધાયુ હતુ.જેમાંથી 30 લોકો સંજેલીથી 100 કિમી દુર સાગવાડાના હતાં. આ 30 લોકો ચાર ગાડી લઇને સંજેલી આવ્યા હતાં. જેમાંથી ત્રણ ગાડી તો તેમણે ભાડે કરી હતી. ગુજરાતના સંજેલીમાં મફતમાં રસી મુકાવવા માટે વિદેશ જવા ઇચ્છુક રાજસ્થાનના આ લોકોએ 12 હજાર રૂપિયાનો ખર્ચ કર્યો હતો. દાહોદ જિલ્લામાં હાલમાં પણ વેક્સિન લેવા પ્રત્યે ઉદાસિનતા રાખતા લોકો માટે આ બોધ સમાન કિસ્સો છે.
બે દિવસથી વેક્સિનેશન બંધ છે
ઉદેપુર,ડુંગરપુર અને બાંસવાડામાં બે દિવસથી વેક્સિનેશન બંધ છે અને હજી બંધ રહેશે તેવુ સંભળાઇ રહ્યું છે. સંજેલી ક્યાં આવ્યુ તે પણ અમને ખબર ન હતી. કોવિડશિલ્ડનો સ્ટોક હોવાનું અમે ઓનલાઇન જોયુ હતું. જેથી અમે અને સમાજના વિદેશ જવા ઇચ્છુક લોકો અહીં આવ્યા હતાં. સંજેલીમાં જ રજિસ્ટ્રેશન કરાવ્યા બાદ અમે બધાએ વેક્સિનનો પ્રથમ ડોઝ લીધો હતો. – હબીબ ઓબરી, સાગવાડા, રાજસ્થાન
12 હજાર રૂપિયાનો અંદાજિત ખર્ચ થયો
સાગવાડાથી ચાર ગાડી લઇને સંજેલી આવ્યા હતાં. તેમાંથી ત્રણ ગાડી ભાડે કરી હતી. અમને બધાને અંદાજે 12 હજાર રૂપિયાનો ખર્ચ થયો હતો. અમારે બધાને ગલ્ફ કન્ટ્રીમાં જવાનું છે. બીજો ડોઝ લાગી ગયા બાદ અમે વિદેશ જઇશું. – અબ્દેઅલી પાસરિયા, સાગવાડા, રાજસ્થાન
જથ્થો ઉપલબ્ધ હોવાથી 30ને પ્રથમ ડોઝ આપ્યો
રાજસ્થાનના સાગવાડા આરોગ્ય કેન્દ્રમાં કોવિડવેક્સિન સામે કો વેક્સીન ઉપલબ્ધ હોવાથી વિદેશ જનાર લોકોને કોવિડવેક્સિનને માન્યતા હોઇ સંજેલી આરોગ્ય કેન્દ્રમાં જથ્થો ઉપલબ્ધ ને લઈ 30 લોકોએ વેક્સિનનો પ્રથમ ડોઝ લીધો હતો. -ડો.યુ સી લોહરા,સંજેલી CHC અધિક્ષક
ગાડીના રાજસ્ચાથાની ચાલકે પણ રસી મુકાવી
સંજેલીમાં વેક્સિનન માટે આવેલા લોકોની ગાડી હંકારી સંજેલી લાવનાર સાગવાડાના 30 વર્ષિય મોહસીન મકરાણીએ પણ વેક્સિન લેવા માટેનો રસ દાખવ્યો હતો. જેથી તેનું પણ ઓનલાઇન રજિસ્ટ્રેશન કરીને મોહસીનને પણ પ્રથમ ડોઝ આપવામાં આવ્યો હતો. મોહસીનને વિદેશ નથી જવાનું પરંતુ વેક્સિનની મહતા સમજાતા તેણે આ નિર્ણય લીધો હતો.
Related News
રસ્તો બનવાની રાહમાં: ફતેપુરા તાલુકાના રાવળના વરૂણામાં આઝાદીના દાયકાઓ બાદ પણ સ્થાનિકો રસ્તાની સુવિધાથી વંચિત
દાહોદ3 કલાક પહેલા કૉપી લિંક સુખસરથી રાવળના વરુણા જતા માત્ર બે કિલોમીટરના રસ્તાની કામગીરી બબ્બેRead More
કરુણ અંજામ: દેવગઢ બારીયાના બૈણામાં પર સ્ત્રીના પ્રેમમા અંધ પતિએ ત્રાસ આપી મરવા મજબૂર કરતા પત્નીએ આત્મહત્યા કરી લીધી
દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક પતિથી ત્રસ્ત પરિણીતાએ સાસરીમાં જ ગળાફાંસો ખાઈ લીધો દેવગઢ બારીયાRead More
Comments are Closed