વેક્સિનની અસર: દાહોદ જિલ્લાના આરોગ્ય અધિકારીએ ઘરે રહીને બીજી વખત કોરોનાને આઠ દિવસમાં જ હરાવ્યો
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
દાહોદ3 કલાક પહેલા
- કૉપી લિંક
અધિકારી ડો.આર.ડી.પહાડીયાએ કોરોનાને બે વખત હરાવ્યો
- આરોગ્ય અધિકારી ડો.આર.ડી.પહાડીયાએ વેક્સિનના બંને ડોઝ લીધા હોવાના કારણે કોરોના કંઇ ન બગાડી શક્યો
- ડો.આર.ડી.પહાડીયાએ ન સીટીસ્કેન કરાવ્યો કે નથી રેમડેસિવિર ઇન્જેક્શન મુકાવ્યા
દાહોદ જિલ્લાના આરોગ્ય અધિકારી બીજી વખત કોરોનાનો ભોગ બન્યા હતા પરંતુ વેક્સિન લીધી હોવાથી તેમણે આઠ જ દિવસમાં કોરોનાને હરાવી દીધો છે. ઘરે રહીને સામાન્ય સારવારથી જ સ્વસ્થ થઇ જતાં તેઓ ફરજ પર પુન:હાજર પણ થઇ ગયા છે. તેઓએ તમામને કોઇ પણ પ્રકારની શંકા વિના વહેલી તકે વેક્સિન લઇ લેવા અપીલ કરી છે.
દાહોદ જિલ્લા અધિક આરોગ્ય અધિકારી ડો.આર.ડી.પહાડીયા જિલ્લાના કોરોના જંગના સેનાપતિ છે. તેઓ ગત 25 જુલાઇએ પ્રથમ વખત કોરોનાથી સંક્રમિત થયા હતા. તે વખતે તેમના ફેફેસામાં 50 ટકા ઇન્ફેકશન થઇ જતાં વડોદરામાં 20 દિવસ સારવાર લેવી પડી હતી. તે વખતે સ્વસ્થ થયા બાદ ફરીથી તેઓ ફરજ પર હાજર થઇ ગયા હતા.
આરટીપીસીઆર પોઝિટિવ આવ્યો
હાલમાં 14 એપ્રિલે તેમને ફરીથી લક્ષણો જણાંતા ફરી રેપીડ ટેસ્ટ કરાવ્યો હતો જે નેગેટિવ આવ્યો હતો. તેમ છતાં લક્ષણોને આધારે તેમણે આરટીપીસીઆર ટેસ્ટ કરાવતા 16 એપ્રિલે તેમનો રિપોર્ટ ફરીથી પોઝિટિવ આવતા તેઓ હોમઆઇસોલેશનમાં સારવાર હેઠળ હતા. ઘરેથી ઓફિસનું કામકાજ પણ કરતા હતા.
તેમણે વેક્સિનનો પ્રથમ ડોઝ 22 જાન્યુઆરી અને બીજો ડોઝ 19 ફ્બ્રુઆરીના રોજ લીધો હતો. જેથી તેમને કોરોના કોઇ નુક્સાન પહોંચાડી શક્યો ન હતો. માત્ર આઠ દિવસમાં જ તેઓ સંપૂર્ણ સ્વસ્થ થઇ ગયા છે અને તેમનો રિપોટ્ર નેગેટિવ આવી જતાં તેઓ ફરીથી કોરોના જંગમાં જોડાઇ ગયા છે.
તેમને મળવા પાત્ર રેમડેસિવિર તેમણે બીજા દર્દીઓને આપ્યા
તેમણે રેમડેસિવિર ઇન્જેકશન પણ લીધા નથી અને કે સીટી સ્કેનનો ટેસ્ટ પણ કરાવ્યો નથી. તેમને મળવા પાત્ર રેમડેસિવિર તેમણે બીજા દર્દીઓને આપવાની ભલામણ કરી તેમ છતાં તેઓએ ગણતરીના દિવસોમાં કોરોનાને હરાવી દીધો છે. કારણ કે વેક્સિનને કારણે તેમના શરીરમાં એન્ટીબોડી બની ગઇ હતી અને તેનો સ્કોર 20 જેટલો આવ્યો છે. પરિણામે તેમણે કોરોનાને હાર આપી છે.
ડો.આર.ડીયપહાડીયાએ પોતાના સંદેશમાં જણાવ્યુ છે કે, દરેક વ્યક્તિ કોઇ પણ પ્રકારની શંકા વિના વેક્સિન લઇ લે તે હિતમાં છે. એક મેથી 18 વર્ષથી ઉપરના દરેક નાગરિકને વેક્સિન આપવાની છે. ત્યારે સો કોઇ વહેલી તકે વેક્સિન લેશે તો કોરોનાને સરળતાથી હરાવી શકાશે.
Related News
રસ્તો બનવાની રાહમાં: ફતેપુરા તાલુકાના રાવળના વરૂણામાં આઝાદીના દાયકાઓ બાદ પણ સ્થાનિકો રસ્તાની સુવિધાથી વંચિત
દાહોદ3 કલાક પહેલા કૉપી લિંક સુખસરથી રાવળના વરુણા જતા માત્ર બે કિલોમીટરના રસ્તાની કામગીરી બબ્બેRead More
કરુણ અંજામ: દેવગઢ બારીયાના બૈણામાં પર સ્ત્રીના પ્રેમમા અંધ પતિએ ત્રાસ આપી મરવા મજબૂર કરતા પત્નીએ આત્મહત્યા કરી લીધી
દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક પતિથી ત્રસ્ત પરિણીતાએ સાસરીમાં જ ગળાફાંસો ખાઈ લીધો દેવગઢ બારીયાRead More
Comments are Closed