વૃક્ષ હત્યા: દાહોદમાં એક તરફ પર્યાવરણ મંત્રીએ વૃક્ષારોપણ કર્યુ, બીજી તરફ MGVCLએ અકારણ લીલાછમ વૃક્ષનો સંહાર કરી નાંખ્યો

દાહોદએક કલાક પહેલા

  • કૉપી લિંક
  • ગોધરા રોડ પર માત્ર ટ્રીમીંગ કરવાને બદલે ઝાડને થડમાંથી જ ઉડાવી દેતાં સ્થાનીકોમાં રોષ ભભુક્યો છાશવારે ગેરકાયદે વૃક્ષ છેદન કરનારા સામે પાલિકાના ચીફ ઓફિસરે કાર્યવાાહી કરવી જોઇએ

દાહોદમાં આજે ગુજરાત સરકારના વન અને પર્યાવરણ મંત્રી કે જેઓ દાહોદ જિલ્લાના પ્રભારી મંત્રી મુલાકાતે આવ્યા હતા. તેમણે એક તરફ સેવા સદનમાં વૃક્ષારોપણ કર્યુ હતુ ત્યારે બીજી તરફ એમજીવીસીએલના કર્મચારીઓએ વિના કારણે એક વૃક્ષનું નિકંદન કાઢી નાખ્યુ હતુ. ગોધરા રોડ પર એક દુકાનદારે વીજ કંપનીને અરજી આપી હતી કે તેમની દુકાન પાસે આવેલા ઝાડની ડાળીઓ વીજ લાઇન સુધી પહોંચી ચુકી છે જેથી તેને જરુરી કાર્યવાહી કરવામાં આવે.જેથી વીજ કંપનીના કર્મચારીઓ આજે તે દુકાન પાસે પહોંચ્યા હતા અને વૃક્ષની ડાળીઓનું ટ્રીમીંગ કરવાને બદલે વૃક્ષને થડમાંથી જ કાપી નાખ્યુ હતુ. આ સમાચાર પ્રકૃત્તિ પ્રેમીઓને મળતાં તેઓ પણ સ્થળ પર પહોંચ્યા હતા પરંતુ તે સમયે વૃક્ષ કાપી નાખવામાં આવ્યુ હતુ.

આ ઘટનાથી પર્યાવરણ પ્રેમીઓ તેમજ સ્થાનિકોમાં ભારે રોષ ફેલાયો છે ત્યારે છાશવારે લીલાછમ વૃક્ષોના દુશ્મન બની બેસતા બેજવાબદારો સામે દાખલારુપ કાર્યવાહી જરુરી બની છે.શહેરી વિસ્તારમાં આવી રીતે વૃક્ષ છેદન કરનારા સામે કાર્યવાહી કરવાની સત્તા પાલિકાના ચીફ ઓફિસરને છે ત્યારે તેમણે પણ રસ દાખવીને આ મામલે પોતાને મળેલી સત્તાનો સદઉપયોગ કરવો આવશ્યક લાગી રહ્યુ છે.

દાહોદમાં દર મંગળવારે મધ્ય ગુજરાત વીજ કંપની કેટલાયે દિવસોથી વિવિધ વિસ્તારોમાં પ્રિમોન્સુન કાર્યવાહી કરી રહી છે. તેના માટે સંબંધીત વિસ્તારોમાં કલાકો સુધી વીજ પુરવઠો બંધ કરવામાં આવે છે તેમ છતાં શહેરના ચોક્કસ વિસ્તારોમાં અમસ્તો જ વરસાદ આવતાની સાથે વીજળી ડુલ થઇ જાય છે.તેમ છતાં વીજ વિભાગ દર મંગળવારે વૃક્ષોની ડાળીઓ કાપવાની કામગીરીમાં વ્યસ્ત છે. જ્યાં દુર્ઘટના થવાની શક્યતા હોય ત્યાં કામગીરી કરવી જરુરી છે પરંતુ શહેરમાં કેટલીયે વાર અકારણ વૃક્ષોને નુક્સાન પહોંચાડવામાં આવે છે તેમ છતાં વીજ વિભાગને કોઇ ટોકતું સુધ્ધા પણ નથી અને તેને કારણે પ્રજામાં ભારોભાર રોષ પ્રવર્તિ રહ્યો છે.

આવી જ એક ઘટના ફરીથી આજે બની છે. ગોધરા રોડ પર એક દુકાનદારે વીજ કંપનીને અરજી આપી હતી કે તેમની દુકાન પાસે આવેલા ઝાડની ડાળીઓ વીજ લાઇન સુધી પહોંચી ચુકી છે જેથી તેને જરુરી કાર્યવાહી કરવામાં આવે.જેથી વીજ કંપનીના કર્મચારીઓ આજે તે દુકાન પાસે પહોંચ્યા હતા અને વૃક્ષની ડાળીઓનું ટ્રીમીંગ કરવાને બદલે વૃક્ષને થડમાંથી જ કાપી નાખ્યુ હતુ. આ સમાચાર પ્રકૃત્તિ પ્રેમીઓને મળતાં તેઓ પણ સ્થળ પર પહોંચ્યા હતા પરંતુ તે સમયે વૃક્ષ કાપી નાખવામાં આવ્યુ હતુ.

એમજીવીસીએલના ઇજનેર હવે ખેદ વ્યક્ત કરે છે અને જણાવે છે કે, કર્મચારીઓની આવુ થયુ છે ત્યારે નગર પાલિકા વિસ્તારમાં આવી રીતે પરવાનગી વિના વૃક્ષ છેદન કરનાર સામે કાયદેસરની કાર્યવાહી કરવાની સત્તા પાલિકાના ચીફ ઓફિસરને હોવાથી તેમણે વારંવાર વૃક્ષોનુ નિકંદન કરતા એમજીવીસીએલ સામે દાખલારુપ કાર્યવાહી કરવી હવે જરુરી બની છે કારણ કે આવી જ રીતે 8 થી 10 વૃક્ષોનો અકારણ સંહાર કરી દેવામાં આવ્યો છે.જો કે આ બાબતે ચીફ ઓફિસરની પ્રતિક્રિયા મળી શકી નથી પરંતુ જનસામાન્યને હવે જ્યારે કોરોનાએ ઓકસીજનની મહત્તા સમજાવી છે ત્યારે સત્તાધીશે કાયદાનો કોરડો વીંઝવો પર્યાવરણના હિતમાં છે.

અન્ય સમાચારો પણ છે…





Related News

Comments are Closed

%d bloggers like this: