વીજ ચોરી માટેના લંગર ઝડપાતા કાર્યવાહી : વીજકર્મીઓ પર હુમલો

  • થાળા ગામે એક જ પરિવારના ચાર ઇસમોએ હુમલો કર્યો
  • જપ્ત કરેલા લંગરના વાયરો કર્મીના હાથમાંથી ઝુટવી લીધા

દિવ્ય ભાસ્કર

Aug 02, 2020, 04:00 AM IST

દાહોદ. મધ્ય ગુજરાત વિજ કંપનીની પેટા વિભાગીય કચેરી ઝાલોદના જુનીયર એન્જીનીયર ધવલકુમાર બેરાવત તથા સ્ટાફના મિલનકુમાર ધુળાભાઇ શ્રીમાળી, નરેશભાઇ લાખાભાઇ બામણીયા, રામસીંગભાઇ પ્રતાપભાઇ અમલીયાર, અશ્વિનભા જાલુભાઇ ભાભોર તથા બે ગાડીઓના ડ્રાઇવરો પંકજકુમાર ચતુરભાઇ સંગાડા તથા ફારૂખભાઇ રસીદભાઇ ટીમ્બીવાલા 11 કે.વી., કદવાળ એમ.જી.ફીડર અને તેને ક્રોસ થતી હળવા દબાણની એલ.ટી. લાઇનની કામગીરી કરવા માટે ગયા હતા.

ત્યારે થાળા ગામે રામદેવ ફળીયા ઉપર એલ.ટી. લાઇન ઉપર વીજ ચોરી કરતા ત્રણ જેટલા લંગર નાખેલા જોવાતા એમ.જી.વી.સી.એલ. ઝાલોદની ટીમે એક પરિવારના આશારામ સુમસીંગ બેડ, વનિતાબેન દિનેશ બેડ, દિનેશ ગવજી બેડ, બચુ ગવજી બેડ વિરૂદ્ધ કાર્યવાહી કરી હતી અને વિચ ચોરી માટે નાખેલા લંગરના વાયરો કબ્જે લીધા હતા. ત્યારે કેટલાક ઇસમોએ ટીમ સાતે બોલાચાલી ઝઘડો તકરાર કરી હાથમાં પથ્થર લઇને મારવાની કોશિષ કરતાં તેની સાથેના બીજા ઇસમોએ કર્મીઆેના હાથમાં વાયરો ઝુંટવી લઇ ફરજમાં રૂકાવટ કરીને જાનથી મારી નાખવાની ધમકીઓ આપી ભાગી ગયા હતા. આ સંદર્ભે જુનીયર એન્જીનીયર ધવલકુમાર બેરાવતે સંજેલી પોલીસ મથકે એક મહિલા સહિત ચાર સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.






Related News

Comments are Closed

%d bloggers like this: