વિશ્વ ‌મહિલા દિન વિશેષ: દાહોદમાં લાકડા વેચતી આદિવાસી મહિલાને તેની ચિત્રયાત્રા પદ્મશ્રી સન્માન સુધી દોરી ગઇ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાહોદ2 કલાક પહેલાલેખક: સચિન દેસાઈ

  • કૉપી લિંક
નદી-નાળા, પર્વતો, પશુ-પક્ષીઓ સાથે ભીલ દેવ-દેવતા, રીતરિવાજોને સાંકળીને ભુરીબેન ચિત્ર ચિત્રો બનાવે છે. - Divya Bhaskar

નદી-નાળા, પર્વતો, પશુ-પક્ષીઓ સાથે ભીલ દેવ-દેવતા, રીતરિવાજોને સાંકળીને ભુરીબેન ચિત્ર ચિત્રો બનાવે છે.

  • વડબારાની પુત્રવધૂ 14 દેશોની યાત્રા કરી ચૂક્યાં, હવે ફ્રાન્સ જશે
  • ભોપાલના ‘ભારત ભવન’ના નિર્માણમાં મજૂરી કરી હવે ત્યાં જ સરકાર માન્ય કલાકાર

આર્થિક નિર્વાહ માટે માથે મણનો લાકડાનો ભારો મુકીને દાહોદમાં ફરીને વેચવાની ફરજ પડતી તે મહિલા આજે પોતાની ચિત્રકલાના કારણે પદ્મશ્રી સુધીનું સન્માન મેળવી ચૂકી છે. દાહોદ તાલુકાના વડબારા ગામની પુત્રવધૂ ભૂરીબેન જોહરસિંગ નામક યુવાન સાથે લગ્ન થયા બાદ ભોપાલમાં બનતા ‘ભારત ભવન’ની મજૂરીમાં લાગી ગયા. અને ત્યાં જ ઝૂંપડું બનાવી રહેવાનું આરંભ્યું. ભૂરીબેને ઝૂંપડાની બહાર પણ સરસ ચિત્રો બનાવ્યા હતા. તે જોઈને ‘ભારત ભવન’ના તત્કાલીન નિયામક જે.જે. સ્વામિનાથે ભૂરીબેનને પ્રોત્સાહન આપ્યું અને તેમની ચિત્રયાત્રા આરંભાઈ. સરકારના કાયદેસરના કલાકારનો દરજ્જો પામી, 14 જેટલા દેશોમાં જઈ આવેલા 52 વર્ષીય ભુરીબેન 13 થી 28 માર્ચ દરમિયાન અંબાલા અને 15 એપ્રિલથી એક માસ માટે ફ્રાન્સ જવાના છે.

ભૂરી બહેનની તસવીર

ભૂરી બહેનની તસવીર

‘પદ્મશ્રી’ ઉપરાંત અનેક સન્માન મળ્યા
ભુરીબેનેે મધ્યપ્રદેશ સરકાર દ્વારા કલાકારોને આપવામાં આવતા સર્વોચ્ચ ‘શિખર રાજ્ય સન્માન’, દુર્ગાવતી સન્માન, અહિલ્યા સન્માન, મ.પ્ર. ગૌરવ પુરસ્કાર સહિતના અનેક એવોર્ડ જીત્યા છે. હવે તો તેમના પતિ હયાત નથી પણ તેમના સંતાનોએ તેમનો વારસો આગળ ધપાવ્યો છે.

ભૂરી બહેને બનાવેલી પેઇન્ટિંગ

ભૂરી બહેને બનાવેલી પેઇન્ટિંગ

છેવાડાના વિસ્તારોના લોકોને ઉત્સાહ મળશે
મારા જેવી એક સાવ છેવાડાની અભણ આદિવાસી ‌મહિલાની કલાકારી વિશે જાણી, તેને ખોળીને દેશનો પ્રતિષ્ઠિત “પદ્મશ્રી” એવોર્ડ જાહેર થયો તે જોઈ લાગે છે કે નરેન્દ્રભાઈ મોદીની સરકાર છેવાડાના વિસ્તારોમાં જે તે ક્ષેત્રે કાર્યરત લોકો માટે આ રીતે ઉત્સાહપ્રેરક બની છે તેમાં કોઈ બેમત નથી. – ભૂરીબેન, પદ્મશ્રી કલાકાર

ભૂરી બહેને બનાવેલી પેઇન્ટિંગ

ભૂરી બહેને બનાવેલી પેઇન્ટિંગ

અન્ય સમાચારો પણ છે…





Related News

Comments are Closed

%d bloggers like this: