વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા રામનવમીની ધામધૂમથી ઉજવણી કરી ભવ્ય શોભાયાત્રા નિકાળવામાં આવી

PRAVIN PARMAR – DAHOD
 
આજરોજ ચૈત્રી નવરાત્રીમાં નોમના દિવસે એટલે કે રામનવમી ના દિવસે દર વર્ષની જેમ આ વર્ષે પણ બપોરના ૧૨:૩૯ કલાકે રામજી મંદિરથી રામ ભગવાનની શોભાયાત્રા નીકાળવામાં આવી હત. આ શોભાયાત્રામાં વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગદળ તથા દુર્ગાવાહિની ના કાર્યકર્તાઓ તથા નગરજનો જોડાયા હતા.
આ શોભાયાત્રા રામજી મંદિરથી ડબગરવાડ થી ગૌશાળા થઈ પડાવ વાળા રસ્તે થઇ નેતાજી બજાર થી પરત ગાડી રોડ પાર આવેલ રામજી મંદિરે પરત આવી ત્યાં ભગવાન રામની સમૂહ માં આરતી કરવામાં આવી ત્યારબાદ ભોજન પ્રસાદ લઈ ભક્તો રવાના થયા.આમ દર વર્ષની માફક આ વર્ષે પણ વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા રામનવમી ઉજવણી ભવ્ય રીતે કરવામાં આવી


Related News

Comments are Closed

%d bloggers like this: