વિશ્વ વિકલાંગ દિનના કાર્યક્રમ અને રેડિયો આવાજ દાહોદ FM 90.8 ના પ્રમોશન માટે બ્લાઇન્ડ વેલ્ફેર કાઉન્સિલ ખાતે એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું

 
 
 
રેડિયો અવાજ દાહોદ FM 90.8 આપ જાણો છો તે મુજબ તેની શરૂઆત બ્લાઇન્ડ વેલ્ફેર કાઉન્સિલના કેમ્પસમાં થઈ ચુકી છે. રેડિયો અવાજ દાહોદ FM 90.8 નો ઉદ્દેશ સામાજીક નવચેતના તેમજ મનોરંજનનો છે. આ સ્ટેશન ભારત સરકારના કોમ્યુનિટી રેડિયો અંતર્ગત આવતું હોવાથી ભારત સરકારના નિયમ અનુસાર સમાજ ઉપીયોગી કાર્યક્રમો પ્રસારીત કરવામાં આવનાર છે. આ રેડિયો સ્ટેશનમાં સરકારશ્રીનું કોઈપણ પ્રકારનું અનુદાન મળવા પાત્ર નથી. દાહોદ નગરના નગરજનો સહકાર તેમજ સમાજના સહકારની સાથે મળી આ આ રેડિયો ચલાવવામાં આવનાર છે.
આ રેડિયો અવાજ દાહોદ FM 90.8 માં અત્યારે એનાઉન્સર તરીકે નિસર્ગ મહેરા કે જેઓને રાજકોટ અને ગોધરા આકાશ વાણીનો બહોળો અનુભવ ધરાવે છે, બીજા છે રાધાબેન બીલવાલ કે જેઓ આદિવાસી સંસ્કૃતિમાં જાગૃતિ લાવવા અને ત્રીજા એનાઉન્સર તરીકે વિકાસ વર્માને રાખવામાં આવ્યા છે અને તેના પ્રોમોશન માટે આજ રોજ તા.૦૧/૧૨/૨૦૧૮ શનિવારે બ્લાઇન્ડ વેલ્ફેર કાઉન્સિલ ખાતે એક પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી. આ PC માં ૩જી ડિસેમ્બરે વિશ્વ વિકલાંગ દિન અને રેડિયો આવાજ દાહોદ FM 90.8ના પ્રમોશન માટે બ્લાઇન્ડ વેલ્ફેર કાઉન્સિલ, મંડાવાવ ખાતે બ્લાઇન્ડ વેલ્ફેર કાઉન્સિલના યુસુફીભાઈ કાપડિયા, માહિતી નિયામક અધિકારી નલિનભાઈ બામણિયા, લાયન્સ ક્લબ ઓફ દાહોદ સિટીના ડિસ્ટ્રીક કેબિનેટ સૈફીભાઈ પીટોલવાલા, ઝોન ચેરમેન વી.એમ.પરમાર, લાયન્સ ક્લબ ઓફ દાહોદ સિટીના રિજિયન ચેરમેન જે.પી.સોલંકી તથા પત્રકાર મિત્રો હાજર રહ્યા હતા.
આ કોન્ફરન્સમાં  NewsTok24 ના એડિટર ઇન ચીફ નેહલભાઈ શાહ દ્વારા રેડિયો આવાજ દાહોદ FM 90.8 અંગે સૂચનો કર્યા હતા અને દરેક પત્રકાર મિત્રોને FM 90
8ને સફળ બનાવવાના કાર્યોમાં સહકાર આપવા સૂચનો કર્યા હતા.
ત્યારબાદ 3 ડિસેમ્બર સોમવાર ના વિશ્વ વિકલાંગ દિનના રોજ વિકલાંગોની એક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. આ રેલી સવારે 10.00 કલાકે રેલ્વે ઓવરબ્રિજ દાહોદથી પ્રસ્થાન કરી શહેરના જુદા જુદા રાજમાર્ગો ઉપર ફરી બપોરે 12:30 કલાકે કેમ્પસ ખાતે પૂર્ણ કરવામાં આવશે. ત્યારબાદ બપોરે 1.00 કલાકે એલીમ્કો કાનપુર અને I.O.C ના C.S.R.ના ફંડ માંથી 140 જેટલા દિવ્યાંગોને અંદાજીત 20 લાખ રૂપિયાના સાધનોનું વિતરણ કરવામાં આવશે. આ પ્રસંગે I.O.C ના ઉચ્ચ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહેનાર છે.
જેમાં 28 મોટર ટ્રાયસીકલ, 2 ફોલ્ડિંગ વિલચેર , 30 ક્રચીસ, 118 હિયરિંગ હેડ, 4 વોકિંગ સ્ટિક, 24 એજ્યુકેશન કિટસ, 2 સ્માર્ટ ફોન,1 ડિજિટલ પ્લેયર જેવા ઉપરોક્ત સાધનોનું વિતરણ થનાર છે.


Related News

Comments are Closed

%d bloggers like this: