વિશ્વાસઘાત: લીમખેડામા પ્રેમીએ અન્ય યુવતિ સાથે લગ્ન કરવાનુ કહેતા પ્રેમિકાએ ગળે ફાંસો ખાઇ જીવન ટુંકાવ્યું

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાહોદ3 કલાક પહેલા

  • કૉપી લિંક
  • લગ્નના સપના બતાવી તરછોડી મુકતા યુવતી આઘાતમા સરી પડી હતી યુવતીના પિતાએ યુવક વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી

દાહોદ જિલ્લાના લીમખેડામાં એક યુવકે એક યુવતીને પોતાની પ્રેમજાળમાં ફસાવી લગ્નની લાલચ આપી હતી. ત્યારબાદ આ જ યુવકે અન્ય યુવતી સાથે લગ્ન કરવાનું કહેતા આ આઘાત સહન ન કરી શકનારી પ્રેમીકાએ પોતાના ઘરમાં ગળે ફાંસો ખાઈ આત્મહત્યાં કરી લેતાં યુવતીના પિતાએ યુવક વિરૂદ્ધ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

લીમખેડા તાલુકાના પાલ્લી ગામે ગુરૂકુળ સોસાયટીમાં રહેતાં અજય કિશનભાઈ કિશોરીએ લીમખેડા નગરમાં શાસ્ત્રી ચોકમા રહેતી 34 વર્ષીય યુવતીને પોતાની પ્રેમ જાળમાં ફસાવી હતી. પ્રેમ સંબંધ બાંધી લગ્ન કરવાની લાલચ પણ આપી હતી. ત્યાર બાદ અજયે અચાનક જ યુવતી સાથે લગ્ન કરવાની ના પાડી દઈ બીજી અન્ય યુવતી સાથે લગ્ન કરવાનો છે તેવો ઘટસ્ફોટ કર્યો હતો.

આ ઉપરાંત પ્રેમીએ ન સંભળાય તેવા શબ્દો પ્રેમિકાને બોલતા તે આઘાત મા સરી પડી હતી. આ આઘાત સહન ન કરી શકનાર યુવતીએ પોતાના ઘરે લીમખેડાના શાસ્ત્રીચોક ખાતે ગળે ફાંસો ખાઈ પોતાનું જીવન ટુંકાવી લીધુ હતુ. આ સંબંધે યુવતીના પિતાએ લીમખેડા પોલીસ મથકે અજય કિશનભાઈ કિશોરી વિરૂદ્ધ ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે…





Related News

Comments are Closed

%d bloggers like this: