વિવાદ: 30 વર્ષ પહેલાં પ્રેમ લગ્ન કરનારી મહિલાથી દાપુ વસૂલવા સ્મશાનમાંથી શબ ઉંચકી લાવ્યા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાહોદ18 મિનિટ પહેલા

  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar

ફાઇલ તસવીર

  • છોટાઉદેપુરથી 20 કિમી દૂર મ.પ્રના નાનપુર પોલીસ મથક વિસ્તારની ઘટના
  • પો. મથકે કલાક હોબાળો કરાયો, 5 હજાર આપતાં પિયર પક્ષે અંતિમ સંસ્કાર કરવા દીધા

છોટાઉદેપુરથી 20 કિમી દૂર આવેલા મધ્ય પ્રદેશના નાનપુરના મોરી ફળિયાની 55 વર્ષિય સનબાઇનું નિધન થતાં શ્મશાનમાં અંતિમ સંસ્કારની વિધિ ચાલી રહી હતી. આ વખતે તેના ધસી આવેલા સનબાઇના પિયર પક્ષના લોકોએ 30 વર્ષ પહેલાં કરેલા દંડના પાંચ હજાર રૂપિયાની માગણી કરી હતી. તેના કારણે વિવાદ થતાં પિયર પક્ષના લોકો શ્મશાનથી જ સનબાઇનું શબ ગાડીમાં મુકીને પોલીસ મથકે ધસી ગયા હતાં.

30 વર્ષ પહેલા કર્યાં હતા લગ્ન
પોલીસ મથકે એક કલાક હોબાળો ચાલ્યા બાદ અંતે પતાવટના ભાગ રૂપે સાસરી પક્ષના લોકોએ 5 હજાર રૂપિયા આપતાં પિયર પક્ષે અંતિમ સંસ્કાર માટે શબ પાછો આપ્યો હતો. 30 વર્ષ પહેલાં સનબાઇએ પ્રેમલગ્ન કર્યા હતા. ત્યારે રૂા.5 હજારનું દાપુ નક્કી કરાયુ હતુ. તે પિયરને અપાયુ ન હતું. આ દાપુ લેવા અંતિમ સંસ્કારમાં બાધા કરતાં ચર્ચાનો વિષય બની હતી.

સંતાનો મામાપક્ષને મો માંગ્યા રૂપિયા આપવા તૈયાર થયા
સનબાઇના સંતાનો તેમનો મૃતદેહ મામાપક્ષને નહીં આપવાની વાતો પર અડેલા હતાં. તેમનું કહેવું હતું કે, અમારા માતા લાંબા સમયથી બીમાર હતી. તેને પેટમાં દુખાવાની તકલીફ હતી. ઘણી સારવાર કરાવી પણ કોઇ ફેર પડ્યો ન હતો. અડધો કલાક પેટમાં દુખાવા બાદ તેમનું નિધન થયું હતું. પુત્રીએ જણાવ્યું હતું કે, મામાનો પરિવાર મૃત માતાને લઇ જઇને શું કરશે. તેમને જેટલા રૂપિયા જોઇયે તેટલાં આપીશું પણ શબ નહીં લઇ જવા દઇયે.

અન્ય સમાચારો પણ છે…

Related News

Comments are Closed

%d bloggers like this: