વિવાદ: સાસુ-સાળાને ધમકાવી રૂપિયા 5.14 લાખના દાગીના લઇ જમાઇ છૂ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાહોદ3 કલાક પહેલા

  • કૉપી લિંક
  • દાહોદના લલીતાબેન રજાતની જમાઇ વિરુદ્ધ લૂંટની ફરિયાદ

દાહોદ પોલીસ લાઇન રહેતા લલીતાબેન કૃષ્ણકુમાર રજાત તા.8મી ડિસેમ્બરે તેમનો છોકરો કિરણસિંહ તથા છોકરીની છાયાબેનની છોકરી સ્તુતીબેન તેમના રૂમ ઉપર હતા. ત્યારે બપોરે છાયાબેનનો પતિ સીંગવડ તાલુકાના માતાના પાલ્લા ગામનો અલ્કેશભાઇ ભારતસિંહ સંગાડા આવ્યો હતો . એકદમ ઉશ્કેરાઇને મારી છોકરી તથા મારી રકમ આપી દો તેમ કહી અમારા રૂમમાં મુકી રાખેલી ચાવી લઇ તીજોરી ખોલી હતી.

તીજોરીમાં મુકેલા છોકરી છાયાની સોનાની બુટ્ટી એક જોડ શેરો સાથેની આશરે 10 ગ્રામની જેની કિંમત રૂા. 30,000, સોનાનો સેટ વજન 50 ગ્રામ કિંમત રૂા. 15,000, સોનાનુ મંગળસુત્ર નંગ 1 20 ગ્રામ વજન કિંમત રૂા. 60,000, સોનાનુ લોકીટ નંગ 1 વજન 25 ગ્રામ કિંમત રૂા. 75,000, સોનાનો દોરો નંગ 1 વજન 10 ગ્રામ કિંમત રૂા. 30,000, સોનાની વીંટી નંગ 3 વજન 6 ગ્રામ કિંમત રૂા. 18,000, સોનાની ચુની નંગ 3 વજન 1 ગ્રામ કિંમત રૂા. 3,000, ચાંદીના પાયલ જોડ 1 વજન 500 ગ્રામ કિંમત રૂા. 15,000 ચાંદીના છડા જોડ 5 વજન 200 ગ્રામ કિંમત રૂા. 6,000, ​​​​​​​ચાંદીની બંગડી નંગ 4 વજન 40 ગ્રામ કિંમત રૂા. 1,200, ચાંદીની વીંટી નંગ 3 વજન 10 ગ્રામ કિંમત રૂા. 300, ચાંદીની ઝાઝરી જોડ એક વિછુટી નંગ 4 વજન 200 ગ્રામ કિમત રૂા. 6,000ના સોના ચાંદીના દાગીના લઇ લીધા હતા.

આ દરમિયાન લલીતાના છોકરા કિરણસિંહે તેને ના પાડતા તેના હાથમાની ચાવી મોઢા ઉપર મારી દીધી હતી. આ દરમિયાન બુમાબુમ કરતાં આજુબાજુમાં રહેતા પ્રવિણભાઇ સમસુભાઇ તથા શંકુતલબેન રસનભાઇ તથા અન્ય લોકો આવી જતા તે સોના ચાંદીના દાગીના લઇને ભાગી ગયો હતો. લૂંટ કરનાર જમાઇ થતો હોઇ દાગીના પાછા આપી દેશે તેમ વિચારી જે તે સમયે ફરિયાદ કરી ન હતી. પરંતુ દાગીના પાછા ન આપતા લલીતાબેન રજાતે જમાઇ અલ્કેશ સંગાડા વિરૂદ્ધ દાહોદ ટાઉન પોલીસ મથકે લૂંટની ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.






Related News

Comments are Closed

%d bloggers like this: