વિવાદ: સંજેલીમાં ફરજ ઉપર મોડાં આવતાં PSOએ હોમગાર્ડને લાફો ઝીકતાં વિવાદ

દાહોદ3 કલાક પહેલા

  • કૉપી લિંક
ભોગ બનનાર જવાન. - Divya Bhaskar

ભોગ બનનાર જવાન.

  • વિરોધ કરી હોમગાર્ડ જવાનોની હડતાળ : વર્ધીનું ખીસ્સું ફાડ્યાનો આક્ષેપ

સંજેલી તાલુકામાં હાલમાં 91 જેટલા હોમગાર્ડ જવાન રાત્રીના સમયે ફરજ બજાવે છે.12મી તારીખ શનિવારની રાતે ચંદ્રસિંહ સોનાભાઈ બારીઆ ફરજપર થોડા મોડા પહોંચ્યા હતાં. આ બાબતે ફરજ ઉપરના શંકરભાઇ નામક પીએસઓએ ચંદ્રસિંહને ઠપકો આપ્યો હતો. જોકે, થોડીક બોલચાલ થતાં શંકરભાઇએ લાફો મારીને વર્ધીનું ખીસ્સુ ફાડી નાખ્યાનો આક્ષેપ હોમગાર્ડ ચંદ્રસિંહભાઇએ કર્યો હતો.

આ મામલે ફરજ ઉપરના પીએસઓ સામે કાર્યવાહી કરવા માટે પીએસઆઇને રજૂઆત કરાઇ હતી પરંતુ પરિણામ આવ્યુ ન હતું. જેથી રોષે ભરાયેલા હોમગાર્ડ જવાનો શનિવારની રાતથી જ હડતાળ ઉપર ઉતરી ગયા હોવાનું જાણવા મળ્યુ છે. રવિવારની મોડી સાંજ સુધી આ મામલે કોઇ સમાધાન થયુ હોવાનું કે ફરિયાદ નોંધાયાનું જાણવા મળ્યુ ન હતું.

અન્ય સમાચારો પણ છે…





Related News

Comments are Closed

%d bloggers like this: