વિવાદ: વિજય સરઘસમાં લોકોને ટક્કર વાગતાં ગાડીના માલિકને માર્યો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાહોદ3 કલાક પહેલા

  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar

પ્રતીકાત્મક તસ્વીર

  • ઇકોના માલિકે રામપુરના ચાર લોકો સામે ગુનો નોંધાવ્યો

ધાનપુરના રામપુરમાં વિજય સરઘસમાં સામેલ લોકોને ટક્કર વાગતાં ઇકો ગાડીના માલિકને માર મારી ઘાયલ કર્યા હતા. ધાનપુર તાલુકાના વેડ ગામના રાજેન્દ્રકુમાર અંદરસિંહ ચૌહાણ તા.2 માર્ચના રોજ પોતાની જીજે-20-એએચ-8813 નંબરની ઇકો લઇને તાલુકા પંચાયત અને જીલ્લા પંચાયતનીચૂંટણીમાં વિજેતા રામપુર ગામના ભાપુનબેન ગુડીયાના વિજય સરઘસમાં ગયા હતા. ત્યારે વેડ બાજુથી રામપુર ગામ તરફ જતા હતા.

તે દરમિયાન ભાનુબેન ગુડીયાનાના વિજય સરઘસના બેથી ત્રણ લોકો રાજેન્દ્રકુમારની ઇકોની આગળ આવી જતાં તેમને ટક્કર વાગતા ફેકાઇ જતા ગાડી સાઇડમાં ઉભી કરતાં શંકર ગોવીંદ પટેલે બે ત્રણ જાપટો મારી દેતાં ગભરાઇ ગયેલા રાજેન્દ્રકુમાર પોતાની ગાડી લઇ વાંદર ગામ તરફના રસ્તે જતા હતા. ત્યારે રસ્તામાં બીજુ વિજય સરઘસ જતા ગાડી ઉભી રાખી દીધી હતી.

આ વખતે શંકર ગોવિંદ પટેલ તથા પર્તાપ પટેલ, અરવીંદ પ્રતાપ પટેલ, હીમત શના પટેલ બે મોટર સાયકલ ઉપર આવી ઇકોની આગળ ઉભી કરી રાજેન્દ્રભાઇને નીચે ઉતારી ગડદાપાટુનો માર માર્યો હતો. તેમજ ઇકો ગાડીના આગળ પાછળના કાંચ તોડફોડ કરી 5000 જેટલા રૂપિયાનું નુકસાન કર્યુ હતું. આ સંદર્ભે રાજેન્દ્રકુમાર અંદરસિંહ ચૌહાણે રામપુર ગામના ચાર સામે ફરિયાદ નોંધાવતાં ધાનપુર પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે…

Related News

Comments are Closed

%d bloggers like this: