વિવાદ: વાંદરીયામાં સામાન્ય વાતે કાકાએ ભત્રીજાને માર્યો, કાકા તથા ભાઇ વિરુદ્ધ ફરિયાદ નોંધાઇ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાહોદ2 કલાક પહેલા

  • કૉપી લિંક

દાહોદ તાલુકાના વાંદરીયા ગામના ખારીવાવ ફળિયાના રાજુભાઇ દલસુખભાઇ વાખલા તથા તેમનો પરિવાર ઘરે હતો. ત્યારે તેમના કાકા પ્રેમચંદ દિતા વાખલા અને તેમનો છોકરો સોહન પ્રેમચંદ વાખલા તેમના ઘરે આવ્યા હતા. ત્યારે રાજુભાઇએ તમારી છોકરીનો દાવો લેવા માટે તમે ગયા હતા ત્યારે મને કેમ જાણ ન કરી તેમ કહેતા પ્રેમચંદ વાખળા એકદમ ઉશ્કેરાઇ જઇ ગાળો બોલી તેના હાથમા થાપડો પકડી રાજુભાઇના કપાળના ભાગે મારી ચામડી ફાડી નાખી લોહીલુહાણ કર્યા હતા

અને સોહને પણ લાકડી મારી ડાબા ગાલ ઉપર ઇજા પહોંચાડી હતી. તેમજ બન્ને બાપ બેટાએ ગડદાપાટુનો માર મારી રાજુભાઇને ગેબી ઇજા કરી જાનથી મારી નાખવાની ધમકી આપી ભાગી ગયા હતા. આ સંદર્ભે રાજુભાઇ વાખળાએ હુમલાખોર કાકા તથા ભાઇ વિરૂદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી.






Related News

Comments are Closed

%d bloggers like this: