વિવાદ: રેલવેમાં જતી જમીનના રૂપિયા મુદ્દે બે પક્ષ વચ્ચે હથિયારો ઉછળ્યા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાહોદ3 કલાક પહેલા

  • કૉપી લિંક
  • ઉચવાણીયામાં બન્ને પક્ષની મળી 6 વ્યક્તિને ઇજા
  • સામસામે ફરિયાદ નોંધાવતાં 23 સામે કાર્યવાહી કરાઇ

દાહોદ તાલુકાના ઉચવાણીમાં બે પક્ષોની જમીન રેલવે લાઇનમાં જતી હોય તેના રૂપિયા મેળવા માટે સહી અંગુઠા કરાવવા મુદ્દે મારામારી થતાં સામસામે ફરિયાદ નોંધાવી હતી. ઉચવાણીયાના મહેશભાઇ ભુરીયા તથા ટીમુભાઇ ભુરીયાની જમીન રેલવે લાઇનમાં જતી હોય રેલવેમાંથી તેના રૂપિયા મેળવવા માટે સહી અંગુઠા કરાવવા તથા રૂપિયાના ભાગ મુદ્દે બે પક્ષો વચ્ચે તકરાર થઇ હતી. જેમાં સામ સામે લાકડી કુહાડી જેવા હથિયારોથી હુમલો કરતાં ભહીમાભાઇ, હેમાભાઇ, બાબરીબેનને તથા સામા પક્ષે નવિનભાઇ, તોલીયાભાઇ, રમણભાઇ, રાજુભાઇ તથા નરેશભાઇને ઇજા થઇ હતી. તેમજ બન્ને પક્ષોએ સામસામે જાનથી મારી નાખવાની ધમકીઓ આપી હતી. ઇજાગ્રસ્તોને 108 દ્વારા દાહોદ સરકારી દવાખાને લઇ જવાયા હતા. સામસામે ફરિયાદ નોંધાવતાં પોલીસે 23 લોકો સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.






Related News

Comments are Closed

%d bloggers like this: