વિવાદ: મીરાખેડીમાં એજન્ટ ઉપર લાકડી-પાઇપથી હુમલો; બે ગાડીઓની તોડફોડ કરાઇ, છ વ્યક્તિઓ સામે ફરિયાદ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાહોદ36 મિનિટ પહેલા

  • કૉપી લિંક

ઝાલોદ તાલુકાના કાળીગામના રમેશભાઇ નારણભાઇ રસુઆત તથા તેમની ફોઇનો છોકરો મુકેશભાઇ ભરવાડ, સતિષભાઇ ભરવાડ તથા અમરતભાઇ ગુજ્જર અને ડ્રાઇવર મુકેશભાઇની સાથે ટાવેરા ગાડીમાં કાળીગામ ગુજ્જરની શીટમાં બુથો ઉપર બપોરના અઢી વાગ્યાના અરસામાં મીરાખેડી કાટસ ફળીયાના બુથની બહાર રોડ ઉપર દૂર ગાડીમાં બેઠા હતા. ત્યારે મીરાખેડી ગામના સરપંચ રાકેશભાઇ દે‌દા તેમની એક્સયુવી ગાડી લઇને આવ્યા હતા અને તેમની સાથે ગાડીમાં બેસી વાતો કરતાં હતા.

તે દરમિયાન મુકેશભાઇ સવસીંગભાઇ ડાંગી, સંજયભાઇ તાજુભાઇ નીનામા, કલ્પેશભાઇ અમરાભાઇ તથા વિપુલભાઇ અમરાભાઇ રવાળા હાથમાં પાળીયુ, તલવાર તથા પાઇપો જેવા મારક હથિયારો સાથે એક્સયુવી ગાડીમાંથી ઉતરી કીકીયારીઓ, ગાળો બોલી રમેશભાઇની ગાડી તરફ આવી નિલાંશુ મુકેશે લોખંડની પાઇપ મારી ગાડીનો આગળનો કાચ તોડતા ગાડીમાં બેઠેલા રમેશભાઇ તથા સાથી ડરીને ઉતરી ભાગી ગયા હતા. મુકેશ ડાંગીએ પાળીયાનો બુઠ્ઠો ભાગ મારતા ડાબા હાથે ઇજા થઇ હતી. સંજય નિનામાએ તલવાર મ્યાન સાથે જ રમેશભાઇને પીઠના ભાગે બે ઘા કરતા ચક્કર આવતા પડી જતા રમેશભાઇએ લીમડી પોલીસ મથકે હુમલાખોરો વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે…





Related News

Comments are Closed

%d bloggers like this: