વિવાદ: ‘મને પૂછ્યા વગર અહીં કેમ આવ્યા છો’ કહી મહિલાને માર માર્યો
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
દાહોદ3 કલાક પહેલા
- કૉપી લિંક
- પીએસઆઇ પતિ તથા બીજી પત્નીની માતાએ માર માર્યો
- મહિલાની પતિ તથા બીજી પત્નીની માતા વિરુદ્ધ ફરિયાદ
દાહોદમાં અમૃત આદિવાસી સોસાયટીમાં રહેતા કરૂણાબેન ડામોર ગત તા.16મીના રોજ છોકરી અનુષ્કા સાથે એક્ટિવા ઉપર દાહોદ બજારમાં કામ અર્થે નીકળ્યા હતા. ત્યારે છોકરી અનુષ્કાએ તેના લીમડી પોલીસ મથકમાં PSI તરીકે ફરજ બજાવતા તેના પપ્પા રણજીતસિંહ ડામોરને કાર લઇને જતાં જોઇ જતાં તેમને મળવા માટે તેમની કાર પાછળ ગલાલિયાવાડ સ્થિત હોસ્પિટલ ખાતે ગયા હતા. ત્યાં જઇને તપાસ કરતાં રણજીતસિંહ તેમની બીજી પત્નીને સુવાવડ કરાવવા માટે હોસ્પિટલમાં દાખલ કરેલ છે. જેથી તેમની પહેલી પત્ની કરૂણાબેન અને છોકરી અનુષ્કા તેમની રાહ જોઇ બહાર ઉભા હતા.
ત્યારે રણજીતસિંહે અચાકનક પાછળથી આવી તમે મને પૂછ્યા વિના કેમ અહિયા આવ્યા છો કહી ગાળો બોલી થપ્પડો મારી હતી. દરમિયાન તેમની બીજી પત્ની કાજલબેનની માતા જુનાબેન મોહનીયાએ પણ ઝપાઝપી કરીને મોતની ધમકી આપી હતી. આ સંદર્ભે કરૂણાબેને PSI પતિ રણજીતસિંહ તથા તેમની બીજી પત્નીની માતા જુનાબેન સામે દાહોદ તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.
Related News
રસ્તો બનવાની રાહમાં: ફતેપુરા તાલુકાના રાવળના વરૂણામાં આઝાદીના દાયકાઓ બાદ પણ સ્થાનિકો રસ્તાની સુવિધાથી વંચિત
દાહોદ3 કલાક પહેલા કૉપી લિંક સુખસરથી રાવળના વરુણા જતા માત્ર બે કિલોમીટરના રસ્તાની કામગીરી બબ્બેRead More
કરુણ અંજામ: દેવગઢ બારીયાના બૈણામાં પર સ્ત્રીના પ્રેમમા અંધ પતિએ ત્રાસ આપી મરવા મજબૂર કરતા પત્નીએ આત્મહત્યા કરી લીધી
દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક પતિથી ત્રસ્ત પરિણીતાએ સાસરીમાં જ ગળાફાંસો ખાઈ લીધો દેવગઢ બારીયાRead More
Comments are Closed