વિવાદ: બોરવાણીમાં અગાઉની અદાવતે તકરાર કરી મહિલાને મારતાં ઇજા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાહોદ3 કલાક પહેલા

  • કૉપી લિંક
  • છોડાવવા પડતા પતિને પણ ધારિયાની મુદર મારતાં ઇજા
  • ફળિયાની બે મહિલા સહિત ચાર સામે ગુનો નોંધાવ્યો

બોરવાણીમાં અગાઉની અદાવતમાં ઝગડો કરી લાકડી અને ધારીયાનું મુદર મારી દંપત્તિને ઇજાગ્રસ્ત કરી જાનથી મારી નાખવાની ધમકી આપતાં ફળિયામાં રહેતા બે મહિલા સહિત 4 સામે ગુનો નોંધાવ્યો હતો. બોરવાણી ગામના સંગાડીયા ફળીયામાં રહેતા મુકેશ વાલુ સંગાડા, કબુડીબેન વાલુ સંગાડા, મહેશ વાલુ સંગાડા તથા મનિષાબેન મહેશ સંગાડા ચારેય જણા અગાઉના ઝઘડાની જુની અદાવત રાખી હાથમાં લાકડીઓ અને ધારીયા જેવા મારક હથિયારો સાથે તેમના ફળિયામાં રહેતા રમેશભાઇ ભુરાભાઇ સંગાડાના ઘરે જઇ તમો અહીયા કેમ આવ્યા છો તેમ કહી ગાળો બોલવા લાગ્યા હતા અને મુકેશ સંગાડાએ તેના હાથમાની લાકડી કાળીબેન રમેશભાઇ સંગાડાને ડાબા હાથે મારી ફ્રેક્ચર કરી તેમજ કબુડીબેને પણ બરડાના ભાગે લાકડી મારી હતી. મહેશ સંગાડાએ રમેશભાઇને ધારીયાની મુદર મારતાં જમણા હાથે કોણીના ભાગે ચામડી ફાટી જતાં લોહીલુહાણ કર્યા હતા. તેમજ મુકેશ સંગાડાએ પણ લાકડી મારી લીલાબેનને બન્ને પગના ભાગે મારી ઇજા કરી ગડદાપાટુનો માર મારી જાનથી મારી નાખવાની ધમકીઓ આપી હતી.






Related News

Comments are Closed

%d bloggers like this: