વિવાદ: બે ભાઇને ગામમાં આવવાની ના પાડી છે કહી હુમલો કરાયો

દાહોદ3 કલાક પહેલા

  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar

પ્રતીકાત્મક તસ્વીર

  • છાપરીમાં હુમલો કરાતાં એક ઘાયલ
  • ફળિયામાં રહેતા 4 લોકો સામે ગુનો

દાહોદ તાલુકાના છાપરી ગામમાં યુવકને રસ્તામાં રોકી તુ ગામમાં કેમ જાય છે અને તને અને તારા ભાઇને ગામમાં આવવાની ના પાડી છે તેમ કહી બન્ને ભાઇઓ સાથે મારામારી કરી જાનથી મારી નાખવાની ધમકીઓ આપતા ફળિયામાં રહેતા ચાર સામે પોલીસમાં ગુનો નોંધાવવામાં આવ્યો હતો.

પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, દાહોદ તાલુકાના છાપરી ગામના તળાવ ફળિયામાં રહેતો રોહીતભાઇ રામુભાઇ મેડા તેની કાકી રાખાબેન રમસુભાઇ મેડાને ભાણુ આપવા માટે જતાં હતા. ત્યારે રસ્તામાં મનિષભાઇ રામમિલન ગુપ્તાના ઘર આગળથી પસાર થતા હતા.

તે દરમિયાન બાબુ નનસુખ હઠીલાએ રોહીતના રસ્તામાં રોકી જણાવેલ કે તુ ગામમાં કેમ જાય છે અને તારા ભાઇ અવિનાશને ગામમાં આવવાની ના પાડેલ છે તેમ જણાવતાં હતો. આ દરમિયાન રોહીતનો ભાઇ અવિનાશ ત્યાં આવી જતાં નિલેશ મસુલ હઠીલા, કમલેશ નનસુખ હઠીલા, મસુલ નનસુખ હઠીલા તથા બાબુ નનસુખ હઠીલાએ અવિનાશ તથા રોહીતને અપશબ્દો બોલી એકદમ ઉશ્કેરાઇ જઇ મસુલ હઠિલાએ અવિનાશને બોચીના ભાગેથી પકડી સિમેન્ટના થાંભલા સાથે માથુ ભટકાવતાં કપાળના ભાગે ઇજા થઇ હતી.

જ્યારે બાકીના ત્રણે બન્ને ભાઇઓને ગેબી માર મારી શરીરે ઇજાઓ કરી જાનથી મારી નાખવાની ધમકીઓ આપી હતી. આ દરમિયાન બુમાબુમ થતાં કુટુંબના માણસોએ આવી વધુ મારથી છોડાવ્યા હતા. ત્યાર બાદ ઇજાગ્રસ્ત અવિનાશને દાહોદના સરકારી દવાખાને સારવાર માટે દાખલ કરવામાં આવ્યો હતો. આ મામલે અવિનાશે મેડાએ ફળિયામાં રહેતા હુમલાખોરો વિરૂદ્ધ ફરિયાદ નોંધાવતાં દાહોદ તાલુકા પોલીસે ચાર સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે…





Related News

Comments are Closed

%d bloggers like this: