વિવાદ: પીપલોદમાં મહિલાને માર મારતા 4 સામે ફરિયાદ, છોડાવવા પડેલા પતિને માર માર્યો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાહોદ3 કલાક પહેલા

  • કૉપી લિંક

દેવગઢ બારિયા તાલુકાના પીપલોદ ગામના રણછોડભાઇ ગોકળભાઇ હરીજન તેમની પત્ની ચંપાબેન સાથે પોતાના ઘરે જતાં હતા. ત્યારે સાંજના સમયે તેમના કુટુંબી ભાઇ લક્ષ્મણભાઇ લીંબુભાઇ હરીજન તથા તેમનો છોકરો પરસોત્તમ હરીજન અને શાંતીલાલ હરીજન તથા મુકેશભાઇ હરીજન હાથમાં લાકડી તથા ધારીયા જેવા મારક હથિયારો સાથે તેમના ઘર આગળ આવી ગાળો બોલી કહેવા લાગેલ કે તમે અવાર નવાર હેરાન કરો છો તેમ કહેતા ગાળો બોલવાની ના પાડતાં ચારેય જણા ઉશ્કેરાઇ જઇ ચંપાબેનને મારવા લાગ્યા હતા.

આ દરમિયાન ચંપાબેનના પતિ રણછોડભાઇ વચ્ચે છોડાવવા પડતા તેમને પણ ગડદાપાટુનો માર માર્યો હતો અને ચારેય જણા જાનથી મારી નાખવાની ધમકીઓ આપી ભાગી ગયા હતા. આ સંદર્ભે ચંપાબેન હરીજને હુમલાખોર ચારેય જણા વિરૂદ્ધ દેવગઢ બારિયા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી.






Related News

Comments are Closed

%d bloggers like this: