વિવાદ: પાતા ગામે બે પક્ષો વચ્ચે મારક હથિયારો ઉછળતાં મહિલા સહિત 5 ઘાયલ

દાહોદ3 કલાક પહેલા

  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar

પ્રતીકાત્મક તસ્વીર

  • ધારિયા, સળિયા વડે હુમલો કરાયો
  • 6 મહિલા સહિત 21 સામે ગુનો

સિંગવડ તાલુકાના પાતા ગામે બે પક્ષો વચ્ચે થયેલી તકરાર બાદ મારક હથિયારો ઉછળતાં એક મહિલા સહિત 5ને ઇજા થઇ હતી. તેમજ છુટ્ટા પથ્થરો મારી જીવતા છોડવાના નથી કહી જાનથી મારી નાખવાની ધમકીઓ આપી હતી. બન્ને પક્ષોએ સામસામે ફરિયાદ નોંધાવતાં પોલીસે બન્ને પક્ષના 21 લોકો સામે હત્યાની કોશીષનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર, સિંગવડ તાલુકાના ભુતખેડી ગામના સુભાષભાઇ કાળુભાઇ ચરપોટ તથા તેમની સાથેના કાળુભાઇ, સુરેશભાઇ સવિતાબેન પાતા ગામે આવેલા તેમના ખેતરમાં ખેતીકામ કરવા ગયા હતા.

ત્યારે પાતા ગામના મહેશ સંગાડાએ અહી ખેતરમાં કેમ આવ્યા છો તેમ કહી સુભાષભાઇને ધારીયુ માથામાં મારી દીધુ હતું. તેમજ સુરેષ સંગાડા, રમેશ સંગાડા, રાજેશ વરસીંગ સંગાડા, મલીબેન વરસીંગ સંગાડા, કૈલાષબેન મહેશ સંગાડા, રાધાબેન સુરેશ સંગાડા, કાસમબેન રમેશ સંગાડા તથા ડુંગરપુરના રાકેશ દીપસીંગ પરમાર, અને મુકેશ પરમારે લાકડી લોખંડનો સડીયો, કુહાડી, ફરસી તથા ધારીયા જેવા મારક હથિયારોથી હુમલો કરી કાળુભાઇને ધારીયુ જમણા હાથે કાંડાના ભાગે મારી અંગુઠો કાપી નાખ્યો હતો તેમજ ચપ્પુ માર્યુ હતું.

સુરેશભાઇને કુહાડી મારી કમ્મરના ભાગે ઇજા પહોંચાડી હતી. સવીતાબેનને ફરસી માથામાં મારી તેમજ ધારીયુ ડાબા હાથ ઉપર મારી જીવલેણ ઇજાઓ કરી હતી. તેમજ તમામ લોકોએ છુટ્ટા પથ્થ મારો કરી આજે કોઇને જીવતા રહેવા દેવાનના નથી કહી ગાળો બોલી જમીન બાબતે હુલ્લડ કરી જાનથી મારી નાખવાની ધમકીઓ આપી હતી. સામે પક્ષે પણ મહેશભાઇ વરસીંગભાઇ સંગાડા પોતાના ઘરે આંગણામાં ઉભો હતો.

ત્યારે ભુતખેડી ગામના કાળુ ચરપોટ, સુભાષ ચરપોટ, ગુરબન ચરપોટ, મહેન્દ્ર ચરપોટ, રામસીંગ ચરપોટ, કપીલાબેન રામસીંગ ચરપોટ, સવલીબેન કાળુ ચરપોટ, નારસીંગ ચરપોટ, રાવસીંગ ચરપોટ તથા ભુરસીંગ ચરપોટ અને લતાબેન રમેશભાઇ ચરપોટના ટોળાએ મારક હથિયારો સાથે ધસી આવી કાળુ ચરપોટ અને સુભાષ ચરપોટે મહેશભાઇ સંગાડાના માથામાં ધારીયુ તેમજ ગુરબન ચરપોટે લોખંડના સળિયાનો ગોદો છાતીના ભાગે માર્યો હતો.

તથા મહેન્દ્ર ચરપોટે લાકડી મારી ઇજા પહોંચાડી હતી. તેમજ બાકીના લોકોએ મહેશભાઇને જીવતો રહેવા દેવાનો નથી જાનથી મારી નાખવાનો છે કહી ગાળો બોલી જમીન બાબતે હુલ્લડ મચાવી જીવલેણ હુમલો કર્યો હતો. આ મામલે બન્ને પક્ષોએ સામ સામે ફરિયાદ નોંધાવતાં રણધીકપુર પોલીસે 6 મહિલા સહિત 21 લોકો સામે હત્યાની કોશીષનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે…





Related News

Comments are Closed

%d bloggers like this: