વિવાદ: દાહોદમાં હોટેલના રૂમમાં ઘૂસી મહિલાઓ સમક્ષ નિર્વસ્ત્ર થઇ બે યુવકોની રૂપિયાની માગણી
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
દાહોદ2 કલાક પહેલા
- કૉપી લિંક

દાહોદ શહેરની એક હોટેલના રૂમમાં ઘુસી બે યુવકો મહિલાઓ સામે નિર્વસ્ત્ર થવાની ઘટનાના પગલે ટોળું ભેગુ થયુ હતું.
- લગ્ન પ્રસંગ હોઇ ઉતારો આપ્યો હતો, એક ફરાર, એકને પોલીસને સોંપાયો
દાહોદ શહેરમાં ગુરુવારે સ્ટેશન રોડ સ્થિત એક હોટેલમાં લગ્ન પ્રસંગે રૂમમાં તૈયાર થઇ રહેલી મહિલાઓ સામે નિર્વસ્ત્ર થઇને બે યુવકોએ રૂપિયાની માગણી કરી હતી. ટોળું ભેગુ થતાં એક યુવક નાસી છુટ્યો હતો. દાહોદમાં લગ્ન અર્થે આવેલ પરિવારની મહિલાઓને સ્ટેશનરોડ સ્થિત હોટલના ત્રીજા માળે રૂમમાં ઉતારો અપાયો હતો. ત્યારે ગુરુવારે સવારે 11.30ના સુમારે ભિખારી જેવા લાગતા અને કાળા કપડાં પહેરેલા બે યુવાનો કોઈ બહાને હોટલમાં ઘુસીને મહિલાઓના રૂમનો દરવાજો ખટખટાવ્યો હતો.
અજાણ મહિલાઓએ દરવાજો ખોલતાં જ તે બંને બળજબરીથી રૂમમાં ઘુસ્યા અને પોતાના કપડાં કાઢી નિર્વસ્ત્ર બન્યા બાદમાં મહિલાઓ પાસેથી પૈસાની માંગણી કરી હતી. સાવ અજાણ યુવાનોને આ હાલતમાં જોઈ ગભરાયેલ મહિલાઓએ ‘બચાવો બચાવો’ની ચીસો પાડતા તેમના ગ્રુપના લોકો આવી ચડયા હતા. પરંતુ, એ વખતે એક યુવક ત્યાંથી ભાગી ગયો હતો. અન્ય બીજો યુવક નગ્ન હાલતમાં જ ઝડપાતા યજમાનો સહિત હોટલ સ્ટાફે મેથીપાક ચખાડ્યો હતો. બાદમાં પોલીસને બોલાવીને સોંપી દીધો હતો.
Related News
કાર્યવાહી: ઉમેદપુરા ગામમાંથી 2.40 લાખના દારૂના જથ્થા સાથે સ્કોર્પિયો ઝડપાઇ, દાહોદ LCBએ પાણીયાથી 7 કિલોમીટર પીછો કર્યો હતો
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ લીમખેડા2 કલાક પહેલાRead More
વિવાદ: બાઈક પર આવેલા 3 દ્વારા ફાઇનાન્સ કર્મીના માથામાં પાઇપ મારી લૂંટ ચલાવાઇ, કર્મચારી ફિલ્ડમાંથી લીમડી આવતા હતા
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ2 કલાક પહેલાRead More
Comments are Closed