વિવાદ: દાહોદમાં કામ આવડતું નથી કહી સાસરિયાં દ્વારા પરિણીતાને ત્રાસ
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
દાહોદ2 કલાક પહેલા
- કૉપી લિંક
- સાસરિયાં 10 લાખ દહેજની માંગણી કરી હેરાન કરતા હતા
દાહોદની પરણીતાને વડોદરા ખાતે રહેતા પતિ, સાસુ સસરાએ કામ બરાબર આવડતું નથી અને દહેજના રૂપિયાની માંગણી કરી શારીરિક માનસિત ત્રાસ આપી હેરાન કરતાં દાહોદ મહિલા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.
દેલસરની સોનાલીબેન માવીના લગ્ન એક વર્ષ અગાઉ વડોદરાના માજલપુરમાં રહેતા વિવેકભાઇ નરવતભાઇ નિસરતા સાથે થયા હતા લગ્નજીવનના શરૂના ત્રણેક મહિના સારી રીતે રાખ્યા બાદ પતિ વિવેક નવેક માસથી પત્ની સાથે તકરાર કરી તું ઘરનું કામકાજ બરાબર કરતી નથી, તુ હવે ગમતી નથી કહી ઝઘડો તકરાર કરી તુ દહેજમાં કશુ લાવી નથી તારા બાપાના ઘરે જતી રહે અને નહી જાય તો પણ બીજી પત્ની લઇ આવીશ તેમ કહી મારઝુડ કરતો હતો.
આ બાબતે સોનાલીબેને તેમના પિતાને વાત કરતાં ત્રણથી ચાર વાર સમજાવીને પરત મોકલી હતી. પરંતુ વિવેકમાં કોઇ ફરક પડ્યો ન હતો અને ફરીથી હેરાન કરવા લાગેલ અને પતિ, સસરા અને સાસુ પણ કહેવા લાગ્યા કે તારે રહેવુ હોય તો તારા બાપના ઘરેથી 10 લાખ લઇ આવ તો જ ઘરમાં રહેવા દઇશુ કહી પરેશાન કરતાં હતા. તેમજ સાસુ સસરા અને પતિ સોનાલીના પીયરમાં ફોન પર અવાર નવાર દહેજ માટે મ્હેણા-ટોણા મારી જાનથી મારવાની ધમકી આપતા હતા. જેથી સોનાલીબેને પતિ તથા સાસુ સસરા સામે દાહોદ મહિલા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.
Related News
રસ્તો બનવાની રાહમાં: ફતેપુરા તાલુકાના રાવળના વરૂણામાં આઝાદીના દાયકાઓ બાદ પણ સ્થાનિકો રસ્તાની સુવિધાથી વંચિત
દાહોદ3 કલાક પહેલા કૉપી લિંક સુખસરથી રાવળના વરુણા જતા માત્ર બે કિલોમીટરના રસ્તાની કામગીરી બબ્બેRead More
કરુણ અંજામ: દેવગઢ બારીયાના બૈણામાં પર સ્ત્રીના પ્રેમમા અંધ પતિએ ત્રાસ આપી મરવા મજબૂર કરતા પત્નીએ આત્મહત્યા કરી લીધી
દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક પતિથી ત્રસ્ત પરિણીતાએ સાસરીમાં જ ગળાફાંસો ખાઈ લીધો દેવગઢ બારીયાRead More
Comments are Closed