વિવાદ: ડ્રીલ મશીનથી દીવાલ તોડવાની ના પાડતાં મહિલાને માર માર્યો, મોટીનાદુક ગામમાં મહિલાના જેઠને પણ માર માર્યો
- Gujarati News
- Local
- Gujarat
- Dahod
- A Woman Was Beaten For Refusing To Break A Wall With A Drill Machine, A Woman’s Elder Brother Was Also Beaten In Motinaduk Village
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
દાહોદ2 કલાક પહેલા
- કૉપી લિંક
ફતેપુરા તાલુકાના મોટીનાદુકણ ગામના દક્ષાબેન રમણભાઇ કનાભાઇ પટેલ તા.28ના રોજ બપોરના સમયે પરિવારજનો સાથે ઘરે હતા. ત્યારે તેમના પાડોશમાં રહેતા વિજયકુમાર ખેમાભાઇ પટેલ તેમનું નવીન મકાન બનાવા માટે પાયા ખોદવાનું કામ કરાવતા હતા. ત્યારે વિજયકુમાર ખેમાભાઇ પટેલ, કેશુભાઇ ખેમાભાઇ પટેલ, કૈલાશબેન વિજયકુમાર પટેલ તથા ભાનુબેન કેશુભાઇ પટેલ દક્ષાબેનના મકાનની દિવાલ ડ્રીલ મશીનથી તોડતા હોય અમારી દિવાલને નુકસાન થસે કહેવા જતાં વિજયકુમાર એકદમ ઉશ્કેરાઇ જઇ ગાળો બોલી કહેવા લાગેલ કે તમે અમારી જમીનમાં દિવાલ કરેલ છે એટલા માટે તોડીને મારી દિવાલ ચણવાનો છુ થાય તે કરી લેજો તેમ કહી ગાળો આપતાં હતા.
જેથી ગાળો બોલવાની ના પાડતાં કૈલાશબેન તથા ભાનુબેને દોડી આવી દક્ષાબેનને પકડી પાડી ગડદાપાટુનો માર મારી તેમજ ધોલ ઝાપટ કરવા લાગ્યા હતા. આ દરમિયાન બુમાબુમ કરતાં દક્ષાબેનના જેઠ પ્રભુદાસ પટેલ છોડાવવા આવતા તેમને વિજયભાઇ તથા ખેમાભાઇએ નીચે પાડી દઇ માર માર્યો હતો. વાત વધારે વણસતા નજીકમાં કામ કરતાં મજુરો વચ્ચે આવી છોડાવ્યા હતા. દક્ષાબેન પટેલે ફતેપુરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.
Related News
રસ્તો બનવાની રાહમાં: ફતેપુરા તાલુકાના રાવળના વરૂણામાં આઝાદીના દાયકાઓ બાદ પણ સ્થાનિકો રસ્તાની સુવિધાથી વંચિત
દાહોદ3 કલાક પહેલા કૉપી લિંક સુખસરથી રાવળના વરુણા જતા માત્ર બે કિલોમીટરના રસ્તાની કામગીરી બબ્બેRead More
કરુણ અંજામ: દેવગઢ બારીયાના બૈણામાં પર સ્ત્રીના પ્રેમમા અંધ પતિએ ત્રાસ આપી મરવા મજબૂર કરતા પત્નીએ આત્મહત્યા કરી લીધી
દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક પતિથી ત્રસ્ત પરિણીતાએ સાસરીમાં જ ગળાફાંસો ખાઈ લીધો દેવગઢ બારીયાRead More
Comments are Closed