વિવાદ: ઝાલોદમાં GST ટીમ સાથે વેપારીઓ દ્વારા ઝપાઝપી, ચાર વેપારી સામે ગુનો દાખલ કરાયો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઝાલોદ3 કલાક પહેલા

  • કૉપી લિંક

દાહોદ જિલ્લામાં હાલમાં છેલ્લા એક સપ્તાહથી જીએસટી વિભાગની ટીમે ધામા નાખ્યા હતા. જીએસટી વિભાગ વડોદરાના જોઈન્ટ કમિશનરના આદેશના પગલે સેન્ટ્રલ જીએસટી એન્ડ કસ્ટમ વડોદરા-2 કમિશનર રેટમાં ફરજ બજાવતા ઈન્સ્પેક્ટરો સહિતની ટીમે ઝાલોદ નગરના વેપારી રિતેશભાઈ અગ્રવાલની દુકાનને સર્ચ માટે ગયા હતા. તે સમયે સર્ચ કરવા મુદ્દે વેપારીઓ અને જીએસટી વિભાગના ઇસ્પેકટો વચ્ચે બોલાચાલી થઇ હતી.

ત્યાર બાદ વેપારીઓ ભેગા થઇ જતા એકાએક ઝપાઝપી કરીને જીએસટીના ઇન્સ્પેક્ટરનો કોલર પકડીને ધમકી આપી હતી. જેને પગલે જીએસટી વિભાગના ઇન્સ્પેક્ટરે વેપારી સુભાષભાઈ અગ્રવાલ, ગોપાલભાઈ અગ્રવાલ, રિતેશ અગ્રવાલ અને ઘનશ્યામભાઈ અગ્રવાલ સામે સરકારી કામમાં રુકાવટનો ગુનો દાખલ કર્યો હતો. છેલ્લા એક વર્ષથી કોરોના કાળ દરમિયાન વેપારીઓના ધંધા-રોજગાર પડી ભાગ્યા હતા.

અન્ય સમાચારો પણ છે…

Related News

Comments are Closed

%d bloggers like this: