વિવાદ: જાલતમાં સામાન્ય વાતે એકને કુહાડી અને લાકડી મારી ઇજા કરી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાહોદ2 કલાક પહેલા

  • કૉપી લિંક

દાહોદ તાલુકાના જાલત ગામના શંકરભાઇ ધનાભાઇ ડામોર ગત તા.7મીના રોજ સાંજના ખેતરેથી ઘરે આવતા હતા. ત્યારે ગામના બિલાડુંગરી ફળીયાના રમેશ મડીયા બિલવાળ, જામુ બચુ બિલવાળ, લલીત હુમલા બિલવાળ, મીઠલ હુમલા બિલવાળનાઓને ક્યાં જઇ રહ્યા છો પુછતાં લલીત બિલ‌વાળે કહેવા લાગેલ કે તુ અહી આગળ શુ કરે છે તમો અમારા મશીનની પાઇપો લઇ જતા રહ્યા છે તેમ જણાવતા શંકરભાઇએ જણાવેલ કે અમો તમારી પાઇપો લઇ ગયા નથી જણાવતા લલીત બીલવાળ એકદમ ઉશ્કેરાઇ તેના હાથમાની કુહાડીની મુદર જમણા હાથે મારી ફેક્ચર કરી તેમજ લાકડીનો ફટકા મારી તેમજ ગડદાપાટુનો માર મારી ઇજાઓ કરી ગાળો બોલી મારી નાખવાની ધમકીઓ આપી હતી. આ સંદર્ભે શંકરભાઇ ડામોરે હુમલાખોરો વિરૂદ્ધ કતવારા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.






Related News

Comments are Closed

%d bloggers like this: