વિવાદ: જમીન સંબંધી વિવાદ અદાવતમાં ગલાલીયાવાડમાં ટોળાંનો હુમલો
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
દાહોદ2 કલાક પહેલા
- કૉપી લિંક
- હુમલામાં બે મહિલા સહિત ચાર લોકો ઇજાગ્રસ્ત થયા
- રેવન્યુ સર્વે નંબર 878 વાળી જમીનમાં બાંધકામ કરવા હુમલો
દાહોદ તાલુકાના ગલાલીયાવાડ ખાતે જમીન સંબંધિ અદાવત રાખીને ટોળાએ બે મહિલા સહિત ચાર લોકો ઉપર હુમલો કર્યો હતો. આ બનાવ અંગે દાહોદ તાલુકા પોલીસે ગુનો દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. દાહોદના ધુળાભાઈ પુંજાભાઈ માળી, દાહોદના આંગણીયા ગામે રહેતા વિજયભાઈ રાઠી, ગલાલીયાવાડ ગામે રહેતા શૈલેષભાઈ સોમાભાઈ પસાયા અને ઝુઝરભાઈ રાણાપુરવાળા તથા તેમની સાથે બીજા દશેક જેટલા વ્યક્તિઓએ 23 જાન્યુઆરીના રોજ જમીન સબંધિ અદાવતમાં મંડળી બનાવી હતી. ગલાલીયાવાડ ગામે ગારી ફળિયામાં જઇને જેઠીબેન ગારીના ઘરે જઇ ગાળાગાળી કરી હતી.
ફળિયામાં આવેલ રેવન્યુ સર્વે નંબર 878વાળી જમીનમાં અમો બાંધકામ કરવાના છીએ. તમારાથી જે થાય તે કરી લો, તેમ કહ્યુ હતું. જેથી જેઠીબેન અને તેમના પરિવારના લોકોએ આ જમીનનો કેસ કલેક્ટર ઓફિસમાં પેન્ડીંગ છે, તેમ છતાં બાંધકામ કરવા કેમ આવ્યાં છો જણાવ્યુ હતું. જેથી ટોળાએ હુમલો કરીને શૈલેષભાઈ સોમાભાઈ પસાયાને લોખંડની પાઈપ વડે, કલ્પેશભાઈને બરડાના પાછળના ભાગે, જેઠીબેનને, સુરતીબેનને તથા રસલિબેનને ગડદાપાટુનો માર મારીને ઇજાઓ કરી હતી. આ બનાવ અંગે ઘાયલ જેઠીબેન ગારીની ફરિયાદના આધારે દાહોદ તાલુકા પોલીસે ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ધરી છે.
Related News
રસ્તો બનવાની રાહમાં: ફતેપુરા તાલુકાના રાવળના વરૂણામાં આઝાદીના દાયકાઓ બાદ પણ સ્થાનિકો રસ્તાની સુવિધાથી વંચિત
દાહોદ3 કલાક પહેલા કૉપી લિંક સુખસરથી રાવળના વરુણા જતા માત્ર બે કિલોમીટરના રસ્તાની કામગીરી બબ્બેRead More
કરુણ અંજામ: દેવગઢ બારીયાના બૈણામાં પર સ્ત્રીના પ્રેમમા અંધ પતિએ ત્રાસ આપી મરવા મજબૂર કરતા પત્નીએ આત્મહત્યા કરી લીધી
દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક પતિથી ત્રસ્ત પરિણીતાએ સાસરીમાં જ ગળાફાંસો ખાઈ લીધો દેવગઢ બારીયાRead More
Comments are Closed