વિવાદ: છોકરીના નિકાલના રૂપિયા માંગતા મહિલાને માર માર્યો

દાહોદ4 કલાક પહેલા

  • કૉપી લિંક

દાહોદ તાલુકાના ખરોદા ગામના ગામતળ ફળીયામાં રહેતા ભુરીબેન પુંજાભાઇ નીનામા ગામના જેતા વિરસિંગ નીનામા પાસે તેમની છોકરીના નિકાલમાં રૂપિયાની વારંવાર માંગણી કરતાં વિરસીંગ નીનામા તા.31ના રોજ ભુરીબેનના ઘરે જઇ કહેવા લાગેલ કે તુ કેમ વારંવાર મારી પાસે રૂપિયા માંગે છે તેમ કહી બિભત્સ ગાળો બોલવા લાગેલ જેથી ભુરીબેને જણાવેલ કે છોકરીના નિકાલના રૂપિયા તો મને આપવા જ પડશે તેમ કહેતા ઉશ્કેરાઇ જઇ તેને હાથમાની કુહાડીની મુદર પગે મારતાં ભુરીબેન નીચે પડી ગયા હતા અને કુહાડીની મુદર ડાબા હાથે મારી હતી તેમજ શરીરે ગડદાપાટુનો માર મારી ગેબી ઇજા પહોંચાડી હતી. આ દરમિયાન બુમાબુમ કરતાં ફળીયાના માણસો દોડી આવતાં જાનતી મારી નાખવાની ધમકી આપતો હુમલાખોર ભાગી ગયો હતો. આ સંદર્ભે હુમલાખોર વિરૂદ્ધ દાહોદ તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.






Related News

Comments are Closed

%d bloggers like this: