વિવાદ: ગાડી મારી પર કેમ ચઢાવી’ કહી યુવક પર કુહાડીથી હુમલો, જસુણીમાં કુટુંબી 3 સામે ફરિયાદ નોંધાવી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાહોદ3 કલાક પહેલા

  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar

પ્રતીકાત્મક તસ્વીર

  • બાઇક તથા સામાનને નુકસાન કર્યુ

દાહોદ જિલ્લાના સંજેલી તાલુકાના જશુણી ગામના પીન્ટુભાઇ સુભાષભાઇ વસુનીયા ગતરાત્રીના આઠ વાગ્યાના અરસામાં પોતાની મોટર સાયકલ લઇને ગામાં રોડ ઉપર આવેલી દુકાન ઉપર ગયા હતા. ત્યારે દુકાન ઉપર હાજર તેમના કુટુંબી કાકાના છોકરો સુભાષ કડકીયા વસુનીયા મારા ઉપર ગાડી કેમ નાખી તેમ કહી ગાળો બોલી તને જોઇ લઇશ તેમ કહી ઘરે જતો રહ્યો હતો. ત્યાર બાદ પીન્ટુભાઇ વસુનીયા તથા તેની પત્ની મમતાબેન ઘરે હતા.

તેવામાં સુભાષ કડીયા વસુનીયા, ગોરધન કડકીયા વસુનીયા તથા રમેશ કડકીયા વસુનીયા હાથમા કુહાડી તથા લાકડી જેવા મારક હથિયારો લઇ આવી તે ગાડી અમારા ઉપર કેમ મારી તને જાનથી મારી જ નાખવાનો છો તેમ કહીને કુહાડી, લાકડીથી હુમલો કરી તેમજ ગડદાપાટુનો માર માર્યો હતો. તથા ઘરમાં મુકી રાખેલી મોટર સાયકલ તથા ઘરમાં મુકેલી લોખંડની તીજોરી, ઘરવખરીના સરસામાનને નુકસાન કરીને જાનથી મારી નાખવાની ધમકી આપતા જતા રહ્યા હતા. આ સંદર્ભે પીન્ટુભાઇ સુભાષભાઇ વસુનીયાએ સંજેલી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે…





Related News

Comments are Closed

%d bloggers like this: