વિવાદ: ખાણખનીજના કર્મીને ધમકાવી પકડેલી 3 ટ્રકો લઇ માલિકો ફરાર
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
દાહોદ2 કલાક પહેલા
- કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર
- રામપુરામાં ખનીજના ગેરકાયદે ખનનની તપાસમાં હતાં
- ફરજમાં અડચણ ઉભી કરી ધમકાવી ટ્રકો લઇ ભાગી ગયા
ગુરૂવારના રોજ ખાણ અને ખનીજ વિભાગ દ્વારા રામપુરા પાસેથી રેતી ભરેલ ત્રણ ટ્રકો પકડી પાડ્યા બાદ ત્રણે ટ્રકોના માલિકોએ ખાણ અને ખનીજ વિભાગના કર્મચારીઓને ધાકધમકીઓ આપી સરકારી ફરજમાં અડચણ ઉભી કરી ત્રણેય ટ્રકો લઇ ભાગી ગયા હતા.પ્રાપ્ત વિગત અનુસાર દાહોદ ગોવિંદગર ત્રિમુર્તિ સોસાયટીમાં રહેતા અને દાહોદ ખાણ અને ખનીજ વિભાગમાં નોકરી કરતાં રાજુભાઇ ખીમાભાઇ ગોજીયા અને તેમની સાથેના કર્મચારીઓની ટીમ ગુરૂવારના રોજ બપોરના સમયે દાહોદ તાલુકાના રામપુરા ગામે આવેલી ક્વોરી પાસેથી ગેરકાયદે રીતે ખનીજનું ખનન, વહન તેમજ સંગ્રહ અંગેની તપાસ કરી રહ્યા હતા.
તે દરમિયાન જીજે-20-એક્સ-5154, જીજે-20-એક્સ-0172 તેમજ જીજે-20-એક્સ-8114 નંબરની રેતી ભરેલી ટ્રકોના ચાલકો ખાણ ખનીજ વિભાગની ટીમને જોઇ ટ્રકો મુકી ભાગી ગયા હતા. ત્યાર બાદ ટ્રકોના માલિકોએ ખાણ અને ખનિજ વિભાગના કર્મચારી પાસે આવી તમે અમારી ટ્રકો ખોટી રીતે પકડી છે તમે અહીથી જતા રહો તેમજ માર મારવાની ધમકીઓ આપી હતી.
સરકારી કાયદેસરની કાર્યવાહીમાં અડચણ કરી મારવાની ધમકીઓ આપી તકરાર કરી ત્રણેય ટ્રકો લઇ ભાગી ગયા હતા. આ સંબંધે ખાણ ખનીજ વિભાગના રાજુભાઇ ખીમાભાઇ ગોજીયાએ દાહોદ તાલુકા પોલીસ મથકે ત્રણેય ટ્રકોના માલિક તથા ડ્રાઇવરો વિરૂદ્ધ ગુજરાત મિનરલ પ્રવેન્સન ઓફ ઇલીગલ માઇનીંગ ટ્રાન્સપોર્ટેશન એન્જડ સ્ટોરેજ ટુલ્સ 2017ના નિયમ 3 મુજબનો ભંગ કર્યાનો ગુનો નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
Related News
રસ્તો બનવાની રાહમાં: ફતેપુરા તાલુકાના રાવળના વરૂણામાં આઝાદીના દાયકાઓ બાદ પણ સ્થાનિકો રસ્તાની સુવિધાથી વંચિત
દાહોદ3 કલાક પહેલા કૉપી લિંક સુખસરથી રાવળના વરુણા જતા માત્ર બે કિલોમીટરના રસ્તાની કામગીરી બબ્બેRead More
કરુણ અંજામ: દેવગઢ બારીયાના બૈણામાં પર સ્ત્રીના પ્રેમમા અંધ પતિએ ત્રાસ આપી મરવા મજબૂર કરતા પત્નીએ આત્મહત્યા કરી લીધી
દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક પતિથી ત્રસ્ત પરિણીતાએ સાસરીમાં જ ગળાફાંસો ખાઈ લીધો દેવગઢ બારીયાRead More
Comments are Closed