વિવાદ: ખરોદામાં કોતરનું પાણી ઘઉંમાં વાળવા મુદ્દે તકરારમાં બેને ઇજા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાહોદ2 કલાક પહેલા

  • કૉપી લિંક
  • તકરારમાં લાકડીથી માર મારતાં હાથે ફ્રેક્ચર થયું હતું
  • ત્રણ સામે તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી

દાહોદ તાલુકાના ખરોદા ગામના સુરેશભાઇ પિદીયાભાઇ નિનામા તેમનું મશીન કોતરમાં મશીન મુકી ખેતરમાં ઘઉંમાં પાણી મુકતા હતા. ત્યારે કોતરમાં પાણી આવતુ બંધ થઇ જતા કોતરમાં આગળ તપાસ કરવા જતાં ગામના જ હરીજનવાસ ફળીયામાં રહેતા રશીયા સમસુ નિનામા, કનુ સમુ નિનામા ગોરસિંગ સમુ નિનામા પણ તેમનુ મશીન કોતરમાં મુકી તેમના ઘઉંમાં પાણી મુકતા હોવાથી તેઓએ કોતરમાં પાળો બાંધી દીધી હોવાથી પાણી આવતુ બંધ થઇ જતાં સુરેશભાઇ આ પાળો ખોલવા જતાં રશીયા સમસુ નિનામાએ બિભત્સ ગાળો બોલી તેના હાથમા દોરડુ લઇ દોડી આવી સુરેશભાઇના ગળામાં બાંધી દઇ ગડદાપાટુનો માર મારવા લાગ્યો હતો અને કનુ સમુ નિનામાએ પણ દોડી આવી માર માર્યો હતો. આ દરમિયાન સુરેશભાઇના ભાઇ દિનેશભાઇ તથા કાળુભાઇ ઘરેથી આવી જતા ગોરસિંગ સમુ નિનામાએ લાકડી મારી દિનેશભાઇને જમણા હાથે આગળીએ ફ્રેક્ચર કરી દીધુ હતું. આ સંદર્ભે સુરે્શભાઇ પિદીયાભાઇ નિનામાએ હુમલાખોરો વિરૂદ્ધ દાહોદ તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.






Related News

Comments are Closed

%d bloggers like this: