વિવાદ: ઉંડાર ગામમાં મત આપવા મુદ્દે મહિલા પર લાકડીઓ વડે હુમલો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાહોદએક મિનિટ પહેલા

  • કૉપી લિંક
  • પશુઓ લૂંટ કરી ભારે ધિંગાણું મચાવી ભાગી ગયા હતાં
  • ગામની જ ચાર વ્યક્તિઓની સામે ફરિયાદ નોંધાવી

દાહોદ જિલ્લાના ધાનપુરના ઉંડાર ગામે ચુંટણીમાં મત આપવા મુદ્દે ચાર જેટલી વ્યક્તિઓએ એક મહિલાના ઘરે લાકડીઓ સાથે ઘસી આવી માર મારી ઈજાઓ પહોંચાડી ઘરના આંગણમાં બાંધી રાખેલ પશુઓ લુંટ કરી ભારે ધિંગાણું મચાવી ભાગી જતાં પોલીસ ફરિયાદ નોંધાવી હતી.

પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર, દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના ઉંડાર ગામે રહેતા પરસુ કાળીયા મોહનીયા, પટી પરસુ મોહનીયા, અશ્વિન અબલા મોહનીયા અને દલીયો ઉર્ફે ગાંડો કાળીયા મોહનીયા ગતરોજ ગામમાં રહેતા મંજુબેન હીમરાજભાઈ બીલવાળના ઘરે લાકડીઓ સાથે ધસી જઇ અને બેફામ ગાળો બોલી તમે કોને વોટ આપેલ છે તેમ કહી એકદમ ઉશ્કેરાઈ જઈ લાકડીઓ વડે મંજુબેનને માર મારી ઈજાઓ પહોંચાડી હતી. તેમજ ઘરના આંગણે બાંધી રાખેલ બે બકરા, એક પાડો મળી કુલ 3 પશુઓ જેની કિંમત ૧૫ હજારની લુંટ કરી ભાગી ગયા હતા. આ સંબંધે મંજુબેન હીમરાજભાઈ બીલવાળે ધાનપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે…





Related News

Comments are Closed

%d bloggers like this: