વિરોધ: દાહોદ જિલ્લાના MGVCLના કર્મચારીઓના સૂત્રોચ્ચારો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાહોદ2 કલાક પહેલા

  • કૉપી લિંક
  • ખાનગીકરણમાં કાળી પટ્ટી ધારણ કરી વિરોધ

સરકાર દ્વારા એમ.જી.વી.સી.એલ.નું ખાનગીકરણ કરવાની ચહલપહલ બાદ રાજ્યભરના 55,000 જેટલા વીજકર્મીઓ સાથે દાહોદ એમ.જી.વી.સી.એલ.ના કર્મચારીઓએ પણ સૂત્રોચ્ચાર ‌સાથે દેખાવો કર્યા હતા.

ખાનગીકરણ થવાથી ખેડૂતો અને મધ્યમ વર્ગી લોકોના વીજબિલોમાં તોતિંગ વધારો થશે તેવી રજૂઆત સાથે સરકારની ખાનગીકરણની નીતિ બંધ થવી જોઈએ તેવી માંગ સાથે કર્મચારીઓના અન્ય પડતર પ્રશ્નો બાબતે તા.27-11-’20 ના રોજ દાહોદ એમ.જી.વી.સી.એલ.ના અલગ અલગ વિભાગના 700 ઉપરાંત કર્મચારીઓ પણ રાજ્યના વીજકર્મીઓની સાથે કાળી પટ્ટી ધારણ કરીને સૂત્રોચ્ચાર અને દેખાવના રાજ્યવ્યાપી કાર્યક્રમમાં જોડાયા હતા.

તો સાથે સાથે દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા, ધાનપુર, સંજેલી લીમખેડા, ગરબાડા, સીંગવડ વગેરે તાલુકાના વીજકર્મીઓ પણ જોડાયા હતા.






Related News

Comments are Closed

%d bloggers like this: