વિરોધ: દાહોદમા આમ આદમી પાર્ટી દ્વારા કેન્દ્ર સરકાર સામે વિરોધ પ્રદર્શન

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાહોદ2 કલાક પહેલા

  • કૉપી લિંક
  • ભાજપ સરકાર કેજરીવાલ સરકારની લોકચાહનાથી ડરી ગઈ છે:આપ

આમ આદમી પાર્ટી ની વધતી લોકપ્રિયતા થી ભયભીત ભાજપ દ્વારા દિલ્હીની સરકારને દબાણમા લાવવાનો કેન્દ્ર સરકાર પર આપ પાર્ટી આક્ષેપ કરી રહી છે.લોકસભામાં કાયદો લાવી ચૂંટાયેલી દિલ્લી સરકાર અને લોકશાહી ને ખતમ કરવાના ષડયંત્રના ગંભીર આરોપ સાથે આમ આદમી પાર્ટી દ્વારા દાહોદ માં જન આક્રોશ પ્રદર્શન યોજાયું હતુ.

આમ આદમી પાર્ટી દાહોદ જિલ્લા સમિતિ દ્વારા દાહોદ શહેરના આંબેડકર ચોક ખાતે 50 થી વધુ કાર્યકર્તાઓ દ્વારા પોસ્ટર બેનર સાથે ભાજપ તથા કેન્દ્ર સરકાર વિરુદ્ધ આક્રોશ પ્રદર્શન કર્યું હતું.આપ દાહોદ જિલ્લા મહામંત્રી હાર્દિકભાઈ સોલંકી..આપ દાહોદ જિલ્લા ઉપપ્રમુખ ઈકબાલ ભાઈ.આપ મધ્યગુજરાત સહસંગઠન મંત્રી જયેશ ભાઈ સંગાડા ની ઉપસ્થિતિમાં આક્રોશ પ્રદર્શન યોજાયું હતુ.આવનાર સમયમાં કેન્દ્ર સરકાર આવીજ રીતે તાનાશાહી કરશે તો ગાંધી ચીંધ્યા માર્ગે ઉગ્ર આંદોલન કરવાની ચીમકી આપવામા આવી છે.આપ દ્વારા એવો ગંભીર આરોપ લગાવવામા આવ્યો છે કે ભાજપ સરકાર કેજરીવાલ સરકારની લોક ચાહનાથી ભયભીત થઈ ગઈ છે.જેથી એલ .જી ના માધ્યમ થઈ સરકાર પર નિયંત્રણ લાદવા માગે છે.તેના વિરોધ મા દાહોદના ડો.આંબેડકર ચોકમા યોજાયેલા વિરોધ પ્રદર્શન મા ભાજપ, પ્રધાન મંત્રી અને ગૃહ પ્રધાન વિરુધ્ધ સૂત્રોચ્ચાર કરવામા આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે…





Related News

Comments are Closed

%d bloggers like this: