વિતરણ: કોરોનાને લીધે એક બાળક દીઠ ત્રણ કિલો ચોખા આવ્યા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાહોદ3 કલાક પહેલા

  • કૉપી લિંક
  • 5.56 લાખ કિલો ચોખાનો જથ્થો પડી રહ્યો હતો
  • દોઢ લાખ ભૂલકાઓના ઘરે ચોખાના પેકેટ અપાયાં

કોરોના મહામારીના પગલે તકેદારના ભાગરૂપે રાજ્ય સરકાર દ્વારા બંધ કરવામાં આવેલી આંગણવાડીમાં બચેલા ચોખાનો જથ્થો બાળકોમાં સરખા પ્રમાણમાં વિતરણ કરવાનો ઉદ્દાત નિર્ણય કરવામાં આવ્યો હતો. દાહોદ જિલ્લાની આંગણવાડીઓમાં 5.56 લાખ કિલો ગ્રામ ચોખાનો વણવપરાયેલો જથ્થો પડ્યો હતો. ત્યારે ચોખા સરખે ભાગે વહેંચતાં એક બાળકના ભાગે ત્રણ કિલો ચોખા આવ્યા હતાં. જિલ્લાના દોઢ લાખ બાળકોને 5.56 લાખ કિલો ચોખાનું વિનામૂલ્યે વિતરણ કરાયું હતું.

ગુજરાત સરકારના કુપોષણ મુકત ભારત અભિયાન અંતર્ગત દાહોદ જિલ્લાની તમામ આંગણવાડી કેન્દ્રોમાં 3થી 6 વર્ષનાં બાળકોને ગરમ નાસ્તો જે આંગણવાડી ઉપર બનાવીને આપવામાં આવતો હોય છે. પરંતુ હાલ ચાલી રહેલ કોરાના મહામારી અંતર્ગત ગુજરાત રાજયના તમામ બાળકો પોષણથી વંચિત ન રહે તે હેતુથી ગુજરાત રાજયના તમામ આંગણવાડી કેન્દ્રોમાં 3થી 6 વર્ષના બાળકોને ગરમ નાસ્તાની અવેજીમાં તા.16 માર્ચ 20 થી તા.31 મે 20 સુધી બાલશક્તિ ટેક હોમ રેશન આપવામાં આવ્યું હતું. દાહોદ જિલ્લાના આઇસીડીએસ શાખાના તમામ આંગણવાડી કેન્દ્ર ઉપર સરકાર દ્વારા ફાળવવામાં આવેલ ઉપલબ્ધ ચોખા 5,56,100 કિ.ગ્રા. જથ્થાનું જેમાં દાહોદ જિલ્લાના 3થી 6 વર્ષના અંદાજીત 1,50,783 બાળકોને કોરાનાની મહામારીમાં પોષણથી વંચિત ના રહે હેતુથી સરખા પ્રમાણમાં જિલ્લાની તમામ આંગણવાડીમાં ગ્રામજનોની હાજરીમાં વિતરણ કરવામાં આવ્યું હતું.






Related News

Comments are Closed

%d bloggers like this: