વિડિયો વાયરલ/ દાહોદના સીંગવડમાં પરિણીત પ્રેમિકાને મળવા ગયેલો યુવાન લોકોના હાથે ઝડપાઈ જતાં રોષનો ભોગ…

પ્રેમી યુવાનને વીજથાંભલા સાથે બાંધી માર માર્યો

  • In Dahod's Singing, the victim was caught in the hands of young people who went to meet a married woman

    દાહોદ:દાહોદ જિલ્લાના સીંગવડ તાલુકામાં સોમવારે એક પરીણિત યુવક પરીણિતાને મળવા માટે તેના ગામે જતાં ઝડપાઇ ગયો હતો. આ યુવકને લોકોએ ભેગા મળીને વીજપોલ સાથે બાંધી દીધો હતો. આ સાથે મોબાઇલમાં તેનો વિડિયો બનાવવામાં આવ્યો હતો. આ વિડિયો સોશિયલ મીડીયામાં ફેરવી દેવાયો હતો. બંને પક્ષ વચ્ચે 15 હજાર રૂપિયામાં સમાધાન થયું હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. આ ઘટના અંગે સમાચાર લખાયા સુધી કોઇ ફરિયાદ નોંધાઇ ન હતી.

    વિડિયોને સોશિયલ મીડીયામાં પણ વાયરલ થયો

    સીંગવડ તાલુકાના એક ગામનો પરીણિતા નજીક આવેલા ગામમાં પોતાની પરીણિતા પ્રેમિકાને મળવા માટે ગયો હતો. બંને એક તરફ વાતો કરી રહ્યા હતાં ત્યારે રંગેહાથ ઝડપાઇ ગયા હતાં. આ બાબતથી રોષે ભરાયેલા મહિલાના પરિવાર સહિતના લોકોએ યુવકને લઇ જઇને વીજપોલ સાથે બાંધી દીધો હતો.
    આ સાથે તેને માર પણ મારવામાં આવ્યો હતો. ત્યાં ઉપસ્થિત કેટલાંક લોકોએ જાણી જોઇને મોબાઇલમાં તેનો વિડિયો બનાવ્યો હતો. આ સાથે વિડિયોને સોશિયલ મીડીયામાં પણ વાયરલ કરી દીધો હતો. બંને પક્ષ ભેગા થયા બાદ તેમની વચ્ચે 15 હજાર રૂપિયામાં આ બાબતનો નિકાલ થયો હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે.

More From Madhya Gujarat


Related News

Comments are Closed

%d bloggers like this: