વિચિત્ર બદલો: કોરોના સંક્રમિત મૃતકના પરિવારજનોએ અંતિમ વિધિ હત્યાના આરોપીઓના ઘર આગળ જ કરી દેતા ગામમાં ભય ફેલાયો
- Gujarati News
- Local
- Gujarat
- Dahod
- Fear Spreads In The Village As The Family Members Of The Infected Victim Of Koro Perform The Last Rites In Front Of The House Of The Accused.
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
દાહોદ4 કલાક પહેલા
- કૉપી લિંક
- લીમખેડાના દુધિયા ધરામા કોરોના પોઝિટિવ મૃતકની અંતિમ વિધિ હત્યાના આરોપીના ઘર પાસે કરાઇ
- 7 વર્ષ અગાઉના આંબાના નાણા મામલે એકને મોતને ઘાટ ઉતારી દીધો મૃતકના પરિવારજનોએ તોડફોડ કરી લૂંટ મચાવતા ફરિયાદ થઇ
લીમખેડા તાલુકાના દુધીયાધરા ગામે ગત સાત એપ્રિલના રોજ સાત વર્ષ અગાઉ આંબાના વૃક્ષના આપેલા પૈસાની વાત કરવા બાબતે તકરાર થઈ હતી. જેમા ઉશ્કેરાયેલા ગામના બે ઈસમો દ્વારા ગામના જ વ્યક્તિ ઉપર કુહાડી અને લાકડી વડે કરેલા હુમલામાં થાપા તથા હાથના ભાગે ગંભીર ઈજાઓ થતા ઈજાગ્રસ્તને દાહોદની ઝાયડસ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો.
હોમ કોરોન્ટાઈન દરમ્યાન મોત નિપજતા હત્યાનો ગુનો નોંધાયો
સારવાર બાદ તેનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા હોમ કોરોન્ટાઈન દરમ્યાન ગત સાંજે તેનું મોત નિપજતા હત્યાનો ગુનો નોંધાયો હતો. બીજી તરફ મૃતક કોરોના પોઝિટિવ હોવા છતા આરોપીઓના આગણામાં તેની અંતિમ વિધિ કરી લૂંટ મચાવતા સામ સામે ફરિયાદ નોંધાઈ છે. લીમખેડા તાલુકામાં આવેલા દુધીયાધરા ગામના નિશાળ ફળીયામાં રહેતા દલાભાઈ વેસ્તાભાઈ ભુરીયા ગત સાત એપ્રિલના રોજ સવારના સાડા નવેક વાગ્યાના સુમારે પોતાના ઘરે હતા. તે દરમ્યાન ગામના જ સામાભાઈ કાળુભાઈ ભુરીયા હાથમાં કુહાડી લઈ તથા બચુભાઈ હુમજીભાઈ ભુરીયા હાથમાં લાકડી લઈ દલાભાઈના ઘરે દોડી આવ્યા હતા. સાત વર્ષ અગાઉ આંબાના ઝાડના પૈસા કીડીયાભાઈ હુમજીભાઈને આપેલા હતા.
16 એપ્રિલના રોજ દલાભાઈનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો
જે પૈસાની હાલમા કેમ વાત કરે છે તેમ જણાવી ઉશ્કેરાઈ જઈ સામાભાઈ ભુરીયાએ તેના હાથમાની કુહાડીના મુંદર દલાભાઈને થાપાના ભાગે મારી ફેક્ચર કર્યું હતુ. તેમજ બચુભાઈ ભુરીયાએ પણ લાકડી મારી દલાભાઈને હાથે ઈજા પહોંચાડી હતી. ઈજાગ્રસ્ત દલાભાઈને લીમખેડા સરકારી દવાખાને પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર અર્થે દાહોદની ઝાયડસ હોસ્પિટલમા ખસેડવામાં આવ્યો હતો. ત્યાર બાદ 16 એપ્રિલના રોજ દલાભાઈનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા પરત ઘરે દુધીયાધરા ગામે હોમ કોરોન્ટાઈન કરવામાં આવ્યા હતા. આ દરમ્યાન મંગળવારે સાંજે દલાભાઈ વેસ્તાભાઈ ભુરીયાનું મોત નિપજ્યું હતુ.
ઘરોમાં તોડફોડ કરી લૂંટ કરી હોવાની ફરિયાદ પણ નોંધાઈ
આ બનાવ સંબંધે દુધીયાધરા ગામની કમળાબેન રાયસીંગભાઈ ભુરીયાએ નોંધાવેલી ફરીયાદને આધારે લીમખેડા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. બીજી તરફ આ ઘટનામા કોરોના સંક્રમિત મૃતકના પરિવારજનોએ અંતિમ વિધિ આરોપીઓના ઘર આગળ જ કરી દેતા ગામમાં ભય ફેલાયો છે. મૃતકના પરિવારજનોએ ઘરોમાં તોડફોડ કરી લૂંટ કરી હોવાની ફરિયાદ પણ નોંધાઈ છે.
Related News
રસ્તો બનવાની રાહમાં: ફતેપુરા તાલુકાના રાવળના વરૂણામાં આઝાદીના દાયકાઓ બાદ પણ સ્થાનિકો રસ્તાની સુવિધાથી વંચિત
દાહોદ3 કલાક પહેલા કૉપી લિંક સુખસરથી રાવળના વરુણા જતા માત્ર બે કિલોમીટરના રસ્તાની કામગીરી બબ્બેRead More
કરુણ અંજામ: દેવગઢ બારીયાના બૈણામાં પર સ્ત્રીના પ્રેમમા અંધ પતિએ ત્રાસ આપી મરવા મજબૂર કરતા પત્નીએ આત્મહત્યા કરી લીધી
દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક પતિથી ત્રસ્ત પરિણીતાએ સાસરીમાં જ ગળાફાંસો ખાઈ લીધો દેવગઢ બારીયાRead More
Comments are Closed