વિચિત્ર અકસ્માત: દાહોદ-ઇન્દોર હાઇવે પર સવારે 4 વાહનો વચ્ચે અકસ્માત, ટ્રેક્ટરે બે બાઇકને અડફેટે લીધી,પટકાયેલા યુવક ઉપર સ્કોર્પિયો ફરી વળી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાહોદ43 મિનિટ પહેલા

  • કૉપી લિંક

દાહોદમાં એકસાથે ચાર વાહનોનો ગોઝારો અકસ્માત થયો હતો.જેમાં એક યુવકનું મોત, ત્રણ યુવકો ઘાયલ હતાં. અકસ્માત સર્જી ટ્રેક્ટર ચાલક ફરાર થઇ ગયો હતો.

  • એક યુવકનું મોત, ત્રણ યુવકો ઘાયલ
  • ચાલક ટ્રેક્ટર લઇને ફરાર થઇ ગયો
  • ટ્રેક્ટરના ચાલક દ્વારા આડેધડ ટર્ન લેવાના પ્રયાસમાં અકસ્માત

દાહોદ શહેરમાં દાહોદ-ઇન્દોર હાઇવે ઉપર સવારે ટ્રેક્ટર,સ્કોર્પિયો અને બે બાઇક મળી ચાર વાહનો વચ્ચે સર્જાયેલા વિચિત્ર અકસ્માતમાં એક યુવકનું મોત થયું હતું જ્યારે ત્રણ યુવકો ઘાયલ થયા હતાં. આ ઘટના પગલે હાઇવેનો એક તરફનો રસ્તો થોડા સમય માટે બંધ થઇ ગયો હતો. શહેર પોલીસે આ મામલે ટ્રેક્ટર અને સ્કોર્પિયોના નંબરના આધારે ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી છે.

પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર, દાહોદ તાલુકાના મોટી ખરજ ગામના ભાભોર ફળિયામાં રહેતાં ગોકરાભાઇ ખાતરાભાઇ મોહનીયા અને નાની ખરજના શૈલેષભાઇ કશુભાઇ મીનામા જીજે-20-કે-6288ની મોટર સાઇકલ ઉપર મુવાલિયા જઇ રહ્યા હતાં. તેવી જ રીતે સાહડા ગામના કાટલા ફળિયાના પ્રતાપભાઇ હીમાભાઇ ગણાવા અને રત્નાભાઇ નાનાભાઇ ગણાવા પણ જીજે-03-એફએલ-6561 નંબરની બાઇક ઉપર જઇ રહ્યા હતાં. ત્યારે શહેરમાં દાહોદ-ઇન્દૌર હાઇવે ઉપર નીલ પેટ્રોલ પંપની સામે એક ટ્રેક્ટરના ચાલકે ગફલતભરી રીતે ટર્ન લેવાનો પ્રયાસ કરીને આ બંને બાઇકને અડફેટમાં લીધી હતી. જેથી બાઇક ઉપર સવાર ચારેય યુવકો રસ્તા ઉપર પટકાયા હતાં.

આ ઘટના પગલે હાઇવેનો એક તરફનો રસ્તો થોડા સમય માટે બંધ થઇ ગયો હતો

આ ઘટના પગલે હાઇવેનો એક તરફનો રસ્તો થોડા સમય માટે બંધ થઇ ગયો હતો

આ વખતે જ પાછળથી આવી રહેલી જીજે-20-એએચ-7761 નંબરની સ્કોર્પિયો ગાડીનો ચાલક કંઇ સમજે કે ગાડીને કાબૂમાં કરે તે પહેલાં જ તે ગોરકાભાઇ ઉપર ચઢી ગઇ હતી. અન્યને બચાવવાના પ્રયાસમાં સ્કોર્પિયો નજીકના ડિવાઇડરમાં અથડાતા તેના આગળના ભાગે ભારે નુકસાન થયું હતું. આ અકસ્માતમાં ગોરકાભાઇનું ઘટના સ્થળે જ મોત થયુ હતું જ્યારે પ્રતાપભાઇ, રત્નાભાઇન તેમજ શૈલેષભાઇ પણ ઘાયલ થતાં ઝાયડસ હોસ્પિટલ ખસેડાયા હતાં.અકસ્માત બાદ ચાલક પોતાનું ટ્રેક્ટર લઇને નાસી છુટ્યો હતો. ઘટના પગલે લોકોનું મોટુ ટોળુ ભેગુ થઇ જતાં એક તરફનો હાઇવે થોડી વાર માટે બંધ થઇ ગયો હતો. અકસ્માત અંગે મોટી ખરજના હેમચંદભાઇ ડામોરે ટ્રેક્ટર અને સ્કોર્પિયોના ચાલકો સામે ફરિયાદ નોંધાવી હતી.






Related News

Comments are Closed

%d bloggers like this: