વાહનચોરો ઝડપાયા: દાહોદ પોલીસે મધ્યપ્રદેશની હાઈસ્પીડ બાઈક ચોર ગેંગની ત્રિપુટીને ઝડપી પાડી

દાહોદ3 કલાક પહેલા

  • કૉપી લિંક
  • ચોરીની 11 બાઈક અને એક બોલેરો કાર મળી બાર વાહનો જપ્ત કર્યા ગેંગના સાગરીતોને ઝબ્બે કરવા પોલીસે એક્શન પ્લાન બનાવ્યો

દાહોદ પોલીસે મધ્યપ્રદેશની હાઈ સ્પીડ મોટરસાઈકલ ચોરી કરનાર ગેંગના લીડર તથા તેના અન્ય ત્રણ સાગરીતોને ઝડપી પાડ્યા છે. તેઓની પાસેથી 11 ચોરીની મોટરસાઈકલો તથા એક બોલેરો ફોર વ્હીલર ગાડી મળી 12 ચોરીના વાહનો જપ્ત કરવામાં આવ્યા છે.

મોટરસાઈકલ ચોરી કરનાર ગેંગના લીડરને દબોચ્યો

દાહોદ જિલ્લામાં છેલ્લા કેટલાંક સમયથી વાહન ચોરીના બનાવોમાં ઘરખમ વધારો થયો છે. ત્યારે આ ઘટનાઓની ગંભીરતાને ધ્યાનમાં રાખી દાહોદ જિલ્લા પોલીસને જિલ્લા પોલીસ વડાની સુચના અને માર્ગદર્શન હેઠળ મોટરસાઈકલ ચોર ટોળકીને ઝડપી પાડવા ચક્રોગતિમાન કર્યા હતા. દાહોદ શહેર પોલીસ પણ આ કામગીરીમાં જોડાઈ હતી. ત્યારે ગતરોજ દાહોદ શહેર પોલીસને મળેલી બાતમી મળી હતી કે મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લાની હાઈસ્પીડ મોટરસાઈકલ ચોરી કરનાર ગેંગના લીડર તેના સાગરીતો સાથે ચોરીની અપાચી મોટરસાઈકલ લઈને દાહોદ શહેમાં ચોરી કરવાને ઈરાદે આવનારા છે. જે બાતમીના આધારે દાહોદ શહેર પોલીસ શહેરના પડાવ વિસ્તારમાં વોચ ગોઠવી ઉભા હતાં.

મોટરસાઈકલના કાગળો વિશે પુછતાં બન્ને ઈસમો ગલ્લા તલ્લા કરવા લાગ્યાં

આ દરમ્યાન બાતમીમાં દર્શાવેલી અપાચી મોટરસાઈકલ પર સવાર બે ઈસમો ત્યાંથી પસાર થતાં પોલીસ તેઓને રોક્યાં હતાં. અને મોટરસાઈકલ વિશે તેમજ મોટરસાઈકલના કાગળો વિશે પુછતાં અને માંગણી કરતાં આ બન્ને ઈસમો ગલ્લા તલ્લા કરવા લાગ્યાં હતાં. પોલીસે આ બન્ને જણાની અટકાયત કરી દાહોદ શહેર પોલીસ મથકે લઈ આવ્યાં હતાં. અને જ્યાં તેઓની સઘન પુછપરછ કરતાં અનેક મોટરસાઈકલ ચોરીની કબુલાત કરી હતી. એકનું નામ સુનિલ કહારસીંગ ડાવર અને બીજાનું નામ મહેશ ઉર્ફે મડીયા વાલસીંગભાઈ અખાડીયા (ઉ.વ.20,21, બન્ને રહે. બહેડીયા, ડાલરીયા ફળિયું, તા.જોબટ, જિ.અલીરાજપુર, મધ્યપ્રદેશ) હોવાનું જણાવ્યું હતું.

ફોર વ્હીલર ગાડી પણ ચોરી કરી હોવાનું જણાવ્યું

પોલીસની સઘન પુછપરછમાં બીજી મોટરસાઈકલ અને ફોર વ્હીલર ગાડી પણ ચોરી કરી હોવાનું જણાવ્યું હતું. ત્યારે એક્શનમાં આવેલી દાહોદ શહેર પોલીસે આ ગેંગના અન્ય સાગરીતો ઘુંઘરસીગ નાહટીયાભાઈ મુવેલ (રહે. ભોરવાકુંવા, તા.રાણાપુર, જિ.ઝાબુઆ, મધ્યપ્રદેશ), મુકેશભાઈ પારૂભાઈ ભાભોર (રહે.ઢોલીવાડા, તડવી ફળિયું, તા. રાણાપુર, જી.ઝાબુઆ, મધ્યપ્રદેશ) ની પણ પોલીસ અટકાયત કરી હતી.

11 મોટરસાઈકલો તેમજ એક બોલેરો ગાડી જપ્ત

આ ગેંગના વોન્ટેડ આરોપી આપસીંગભાઈ મોબતસિંગ બામણીયા, તોકસિંગ લાલસીંગ અમલીયાર, કમીશ બાપસીંગ બામણીયા (ત્રણેય રહે. જોબટ, મધ્યપ્રદેશ), હિતેશ કમલેશભાઈ નીમાના (રહે. દાહોદ), પ્રકાશ દરિયાવસિંહ બામણીયા (રહે. કરચટ, તા.જિ.ધાર, મધ્યપ્રદેશ) અને અજીત જંગલ્યાભાઈ મંડોડ (રહે. ચાપર ખાંડા, તા.રાણાપુર, જિ.ઝાબુઆ, મધ્યપ્રદેશ) નાની ધરપકડના પોલીસે ચક્રોગતિમાન કર્યાં છે. પોલીસે ઝડપાયેલા ઈસમો પાસેથી ચોરીની 11 મોટરસાઈકલો તેમજ એક બોલેરો ગાડી કબ્જે કરી છે.

અન્ય સમાચારો પણ છે…





Related News

Comments are Closed

%d bloggers like this: