વાવેતર: 118 હેક્ટર બોડા ડુંગરો ઉપર 1.90 લાખ વૃક્ષો લહેરાશે

દાહોદ2 કલાક પહેલા

  • કૉપી લિંક
  • દાહોદ જિલ્લાના સંજેલી તાલુકાની વન વિભાગની રેન્જના રાજપુર,વેલપુરા, કલજીની સરસવાણી, હિરોલા, કુંડા, મોટા કાળિયા, ભમેલા, મોલી સહિતના વિસ્તારોમાં ભૂમિ અને ભેજ સંરક્ષણ માટેનું અભિયાન હાથ ધરવામાં આવ્યુ છે

દાહોદ જિલ્લાના સંજેલી તાલુકાની વન વિભાગની રેન્જના રાજપુર,વેલપુરા, કલજીની સરસવાણી, હિરોલા, કુંડા, મોટા કાળિયા, ભમેલા, મોલી સહિતના વિસ્તારોમાં ભૂમિ અને ભેજ સંરક્ષણ માટેનું અભિયાન હાથ ધરવામાં આવ્યુ છે. વાવેતરના આગોતરા આયોજનના ભાગ રૂપે બોડા ડુંગરો અને દબાણ મુક્ત કરાવેલી જમીનમાં કંટુર ટ્રેકચર , વન તલાવડી ,ચેકવોલ, પર્કોલેશન ટેન્ક, પ્રોટેક્શન માટે બાઉંન્ડ્રી ટ્રેન્ચ તથા તારની ફેન્સીંગ બનાવાવા સાથે વાવેતર માટે ખાડા ખોદવામાં આવ્યા છે.

આ વિસ્તારોમાં 1.90 લાખ વૃક્ષ વાવવામાં આવશે. મહત્વની વાત એ છે કે, વાવેતર માટે લુપ્ત થતી જાતોને પ્રાધાન્ય આપી મહુડો, કડાયો, સીમસ અને કંડારા સહિતના પણ 6 હજારથી વધુ વૃક્ષો વાવવામાં આવશે. નાયબ વન સંરક્ષક આર.એમ.પરમાર તથા મદદનીશ વન સંરક્ષક મીનલ જાનીના માર્ગદર્શનમાં આર.એફ.ઓ આર.જે.વણકર તથા રેન્જ સ્ટાફ દ્વારા સંજેલી રેન્જ વિસ્તારમાં જંગલ સંરક્ષણ તથા સવર્ધનની ઉત્કૃષ્ટ કામગીરી કરવામાં આવી હતી.

  • 09 વિસ્તાર પસંદ કરાયા
  • 118 હેક્ટરમાં ખાડા ખોદાયા
  • 06 હજાર વૃક્ષ લુપ્ત થતી જાતિના હશે

અન્ય સમાચારો પણ છે…





Related News

Comments are Closed

%d bloggers like this: