વાવેતર માટે વેર: ઝાલોદના પીપળીયામાં વાવેતર કરવા મામલે બે પરિવારે વચ્ચે સશસ્ત્ર ધિંગાણું, બંને પક્ષના પાંચ લોકો ઈજાગ્રસ્ત
- Gujarati News
- Local
- Gujarat
- Dahod
- Five Persons From Both The Parties Were Injured In An Armed Clash Between Two Families Over Planting In Piplia Of Jhalod.
દાહોદ3 કલાક પહેલા
- કૉપી લિંક

- બંને પક્ષોએ સામસામી પોલીસ ફરિયાદ નોંધાવી
દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના પીપળીયા ગામે જમીનમાં વાવણી કરવા મામલે ગામમાં રહેતાં બે પરિવારો વચ્ચે તકરાર થઈ હતી.બાદમા છુટા હાથની મારમારી તેમજ કુહાડી, ધારીયા જેવા મારક હથિયારા ઉછળતા બંન્ને પક્ષના મળી કુલ પાંચ જેટલા વ્યક્તિઓને ઈજાઓ થતાં નજીકના દવાખાને સારવાર અર્થે ખસેડવામાં આવ્યાં હોવાનું જાણવા મળી રહ્યું છે. આ સંબંધે બંન્ને પક્ષો દ્વારા સામસામે પોલીસમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
ઝાલોદના પીપળીયા ગામે રહેતાં જીજ્ઞેશભાઈ હરસીંગભાઈ અમલીયાર, હરસીંગભાઈ વાલસીંગભાઈ અમલીયાર, પોપટભાઈ વાલસીંગભાઈ અમલીયાર અને દિલીપભાઈ પ્રેમાભાઈ અમલીયાર એમ ચારેય જણા પોતાના ગામમાં રહેતાં દેવીચંદભાઈ તુરસીંગભાઈ અમલીયારના ઘરે આવ્યાં હતાં. ગાળો બોલી કહેતા હતાં કે, તમો આ જમીનમાં કેમ વાવણી કરો છો આ જમીન તો અમારી છે, તેમ કહી ઉપરોક્ત ચારેય જણા એકદમ ઉશ્કેરાયા હતાં અને પોતાની સાથે લાવેલ કુહાડી વડે તેમજ ગડદાપાટ્ટુનો માર મારી દેવીચંદભાઈને તથા તેઓને વચ્ચે છોડવવા પડેલા મંજુલાબેનને માર મારી શરીરે તેમજ માથાના ભાગે ઈજાઓ પહોંચાડી લોહીલુહાણ કરી મારી નાંખવાની ધમકી આપી હતી. આ સંબંધે ઈજાગ્રસ્ત દેવીચંદભાઈ તુરસીંગભાઈ અમલીયારે લીમડી પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
સામાપક્ષેથી પીપળીયા ગામે રહેતાં હરસીંગભાઈ વાલસીંગભાઈ અમલીયારે નોંધાવેલ ફરિયાદમાં જણાવ્યાં અનુસાર, તેમના જ ગામમાં રહેતાં નાગરભાઈ ભેરૂભાઈ અમલીયાર, અલ્કેશભાઈ કડુભાઈ અમલીયાર, રાકેશભાઈ કડુભાઈ અમલીયાર અને દેવીચંદભાઈ તુરસીંગભાઈ અમલીયારે એકસંપ થઈ હરસીંગભાઈના ઘરે ધારીયા જેવા મારક હથિયારો સાથે આવ્યાં હતાં. ગાળો બોલી કહેવા લાગેલ કે, આ જમીન તો અમારી છે તમે કોણ છો, તેમ કહી એકદમ ઉશ્કેરાયાં હતાં અને પોતાની સાથે લાવેલ ધારીયા વડે હરસીંગભાઈ અને પોપટભાઈને ધારીયા વડે અને ગડદાપાટ્ટુનો માર મારી શરીરે, હાથે પગે અને માથાના ભાગે ઈજાઓ પહોંચાડી ભારે ધિંગાણું મચાવતાં આ સંબંધે ઈજાગ્રસ્ત હરસીંગભાઈ વાલસીંગભાઈ અમલીયારે લીમડી પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Related News
રસ્તો બનવાની રાહમાં: ફતેપુરા તાલુકાના રાવળના વરૂણામાં આઝાદીના દાયકાઓ બાદ પણ સ્થાનિકો રસ્તાની સુવિધાથી વંચિત
દાહોદ3 કલાક પહેલા કૉપી લિંક સુખસરથી રાવળના વરુણા જતા માત્ર બે કિલોમીટરના રસ્તાની કામગીરી બબ્બેRead More
કરુણ અંજામ: દેવગઢ બારીયાના બૈણામાં પર સ્ત્રીના પ્રેમમા અંધ પતિએ ત્રાસ આપી મરવા મજબૂર કરતા પત્નીએ આત્મહત્યા કરી લીધી
દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક પતિથી ત્રસ્ત પરિણીતાએ સાસરીમાં જ ગળાફાંસો ખાઈ લીધો દેવગઢ બારીયાRead More
Comments are Closed