વાતાવરણમાં પલટો: દાહોદ શહેરના વાતાવરણમાં પલટો આવતાં મેઘધનુષ્ય સાથે વિહંગમ દૃશ્યો જોવા મળ્યા ; પરોઢના સમયે હળવા છાંટા પડ્યા

દાહોદ3 કલાક પહેલા

  • કૉપી લિંક
  • તા. 4 થી 6 દરમિયાન પવન સાથે હળવાથી ભારે વરસાદની આગાહી : દાહોદમાં સવારે 26 અને બપોરે 39 સે.ગ્રે.ડિગ્રી તાપમાન નોંધાયું

દાહોદ શહેર સહિત જિલ્લાના વિવિધ ભાગોમાં ગુરુવારે વહેલી ‌સવારે વાતાવરણમાં પલટો આવતા વાદળછાયા વાતાવરણ સાથે અનેક સ્થળોએ વરસાદ પણ પડ્યો ‌હતો. દાહોદ શહેરમાં વહેલી સવારે અચાનક વાદળ છવાઈ જતા હિલસ્ટેશન જેવો માહોલ બની ગયો હતો. વળી, વાદળ વચ્ચેથી બાદમાં આભમાં એક નાનું અને તેની ફરતે એક વિશાળ મેઘધનુષ્ય પણ રચાતા મેઘધનુષ્યની આ યુતિ જોઈને દાહોદવાસીઓ ખુશખુશાલ થઈ ગયા હતા. જિલ્લાના સંજેલી, લીમડી જેવા મથકોએ વરસાદી ઝરમર નોંધાઈ હતી. દાહોદમાં તા.3.6.’21 ને ગુરુવારે સવારે 26 સે.ગ્રે.ડિગ્રી તાપમાન થકી ખુશનુમા વાતાવરણ હતું.

જે બાદમાં બપોરે 39 સે.ગ્રે.ડિગ્રી થતા લોકો શરીરે ચોંટે તેવી અસહ્ય ગરમીથી ત્રસ્ત બન્યા હતા. અલબત્ત, વહેલી સવારના સમયે તેજ પવનની લહેરખીઓ ફૂંકાતા વાવાઝોડા જેવી અનુભૂતિ થવા પામી હતી. નૈઋત્યનું ચોમાસું કેરળ નજીક પહોંચી રહ્યું છે. તેની અસર સ્વરૂપે સમગ્ર દાહોદ પંથકમાં પણ વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. દાહોદ જિલ્લામાં આગામી તા.6 સુધીમાં હળવાથી ભારે વરસાદ પડવાની શક્યતા હવામાન વિભાગે દર્શાવી છે. ગુજરાતમાં પ્રતિવર્ષ 15 જૂનના આસપાસ નૈઋત્યના ચોમાસાનું આગમન થઇ જતું હોય છે. આ વર્ષે તાઉતેના સંકટના કારણે ચોમાસાને અસર થવાની શક્યતા જોવાતી હતી.

પરંતુ, સાનુકૂળ પરિબળોના કારણે ચોમાસુ સમયસર અને સામાન્ય રહેવાની શક્યતા ભારતીય વેધશાળાએ દર્શાવી છે. ગુજરાતમાં ચોમાસા પૂર્વે પ્રિમોન્સુન રેઇન ફોલ પ્રતિવર્ષ નોંધાતો હોય છે. આ વર્ષે આ સમય હવે આવી રહ્યો છે. દાહોદમાં છેલ્લા બેત્રણ દિવસથી સીબી ક્લાઉડ તરીકે ઓળખાતા કુમ્યુનોલિમ્બસ ક્લાઉડ જોવા મળી રહ્યા છે. આ અસરને જોતા કાલ તા.4 થી 6 દરમિયાન પવન સાથે હળવાથી ભારે વરસાદની આગાહી વેધશાળાએ કરી છે. આ સ્થિતિને ધ્યાને રાખીને ખેડૂતો પોતાની જણસીની સાચવણી પ્રત્યે સચેત રહે તે જરૂરી બન્યું છે.

અન્ય સમાચારો પણ છે…

Related News

Comments are Closed

%d bloggers like this: